મોરબી કલામંદિર સંગીત ક્લાસની વિદ્યાર્થીની પ્રદેશ કક્ષાએ લોકગીત સ્પર્ધામાં બીજા નંબરે વિજેતા
મકરસંક્રાંતિ નિમિતે મોરબીમાં PLHIV લાભાર્થીઓને રાશન કીટ, ચિકી વિગેરેનું વિતરણ કરાયું
SHARE
મકરસંક્રાંતિ નિમિતે મોરબીમાં PLHIV લાભાર્થીઓને રાશન કીટ, ચિકી વિગેરેનું વિતરણ કરાયું
મોરબી જિલ્લામાં કરુણા ફાઉન્ડેશન ઓફ પીપલ્સ લીવીંગ વીથ એચ.આઈ.વી. એઈડ્સ દ્વારા PLHIV લાભાર્થીઓને મકરસંક્રાંતિ નિમિતે રાશન કીટ, ચિકી,ફરસાણ તથા ફૂટનું વિતરણ કરાયું હતું
મોરબી જિલ્લામાં અધિકારી ડૉ.યાદવના માર્ગદર્શન હેઠળ જિલ્લા મોરબી સિવિલ હોસ્પિટલ એ.આર.ટી. સેન્ટર પર ચાલુ સારવાર હોય તેવા સગર્ભા બહનો તથા ગંગાસ્વરૂપ બહેનોને પોષણ યુક્ત આહાર માટેની રાશન કીટ તથા બાળકો માટે મકરસંક્રાંતિ તહેવાર નિમિત્તે રાશન કીટ, ચિકી, ફરસાણ તથા ફૂટ વિતરણ કરવામાં આવ્યું હતું અને કરુણા ફાઉન્ડેશન ઓફ પીપલ્સ લીવીંગ વીથ એચ.આઈ.વી. એઈડ્સ મોરબી કે જે તહેવાર નિમિત્તે રાશન કીટનું વિતરણ કરે છે તથા PLHIV દર્દીઓના ફોલોઅપ માટે કામ કરી રહ્યા છે ત્યારે કરુણા ફાઉન્ડેશન દ્વારા સિરામિક પરિવાર તેમજ લોકલ દાતા દ્વારા દાન મેળવી દર્દીઓના સારા ન્યુટ્રિશયન માટે રાશન કીટ અપાવેલ છે. આ કાર્યક્રમમાં કરુણા ફાઉન્ડેશનના પ્રમુખ રાજેશભાઈ લાલવાણી, ઉપપ્રમુખ રાજેશભાઈ જાની, ખજાનચી જયદીપભાઈ નિમાવત, મંત્રી આશાબેન વીશોડીયા, સહમંત્રી ભાવનાબેન ચાવડા, સહ ખજાનચી હીનાબેન બારોટ હાજર રહ્યા હતા.