ગૌસેવાના કામમાં દાતાઓ વરસી ગયા: મોરબી પાંજરાપોળને એક જ દિવસમાં મળ્યું 1.05 કરોડથી વધુનું દાન
સારથી સેવા મોરબી અને રાજકોટ ટીમ દ્વારા મકરસંક્રાંતિએ ૧૫૦૦ પેકેટ લાડુંનું વિતરણ કરાયું
SHARE
સારથી સેવા મોરબી અને રાજકોટ ટીમ દ્વારા મકરસંક્રાંતિએ ૧૫૦૦ પેકેટ લાડુંનું વિતરણ કરાયું
સારથી સેવા દ્વારા મોરબી ખાતે જરૂરીયાતમંદ પરિવારના બાળકો અને પરિવારના સભ્યને મકરસંક્રાંતિના પર્વ નિમિતે મમરાના લડવાનું મોરબીના અલગ અલગ વિસ્તાર જેવા કે પાડાપુલ નીચે, નટરાજ ફાટક પાસેના વિસ્તારમાં, ભીમસર પાસે અલગ અલગ વિસ્તારમાં તેમજ રાજકોટના માધાપર ચોકડી પાસે, રેલનગર, રેલ્વે જક્શન પાસેના વિવિધ વિસ્તારેમાં મમરાના ૧૫૦૦ પેકેટ લાડુંનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ તકે સારથી સેવાના વિવેકભાઈ મહેતા, ભાવદીપભાઈ દુદકીયા, પ્રભેવભાઈ સાંગિયા, નિખિલભાઈ ગજ્જર, હર્ષરાજસિંહ જાડેજા તથા તેમની ટીમ દ્વારા રાજકોટ અને મોરબીના વિવિધ વિસ્તારમાં જરૂરિયાતમંદ લોકોના પરિવારને વિતરણ કરવામાં આવ્યું હતું. જયારે મોરબી તાલુકાની શ્રી જુના લીલાપર પ્રા. શાળાના આસિ. શિક્ષક તરીકે ફરજ બજાવતા રીટાબેન મેંદપરા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ શાળાના ૧૫૫ જેટલા બાળકોને મકરસંક્રાંતિની પૂર્વ સંધ્યાએ પતંગ અને ફિરકી તથા બિસ્કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.