મોરબીની વાવડી ચોકડીએ ટ્રાફિક સમસ્યા કાયમી ઉકેલ લાવવા એસપીને રજૂઆત મોરબીની હરિહરનગર સોસાયટીમાં ગીતા જયંતીની ઉજવણી કરાઇ મોરબીના રવાપર ગામે તબેલામા રાખેલ મગફળીના ભુક્કામાં આગ લગતા દોડધામ મોરબી પાલિકાના મોટા બાકીદારોનું ત્રીજું લિસ્ટ જાહેર: 21 આસામી ડીફોલ્ટર મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે આરોગ્ય મિત્ર પ્રશિક્ષણ કાર્યક્રમનું આયોજન મોરબી સાર્થક વિદ્યામંદિર ખાતે ગીતા જયંતિની ઉજવણી કરાઇ મોરબી ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ કોર્ટ દ્રારા ધુનડા(ખા.) ના ચકચારી વ્યાજ વટાવ કેસમાં બે નો જામીન ઉપર છુટકારો મોરબીમાં ગીતા જયંતી મહોત્સવ અને અપાર આઈડી બાબતે વાલી મિટિંગ યોજાઈ
Breaking news
Morbi Today

ટંકારા તાલુકામાં ધો. ૧૧ ના વિધાર્થી અને વાલીઓ એડમિશન માટે ચિંતિત


SHARE











ટંકારા તાલુકામાં ધો. ૧૧ ના વિધાર્થી અને વાલીઓ એડમિશન માટે ચિંતિત

સરકાર દ્વારા ધો. ૧૦ માં વિદ્યાથીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે ત્યારે તમામ વિદ્યાર્થી પાસ થયા છે જેથી કરીને ટંકારા તાલુકામાં ધો. ૧૧ વિધાર્થી અને વાલીઓ એડમિશન માટે ચિંતિત છે કેમ કે, હાલમાં બધી જ શાળા હાઉસફુલ થઈ ગયેલ છે જેથી જિલ્લા પંચાયતની ટંકારા બેઠકના સદસ્ય અને અન્ય ભાજપના અગ્રણીઑએ જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત કરેલ છે

સરકારે ધો. ૧૦ માં માસ પ્રમોશન આપેલ છે જેના કારણે દર વર્ષ કરતા આ વર્ષે પાસ થયેલા વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે જેથી ધો. ૧૧ માં પ્રવેશ માટે ગ્રાન્ટેડ શાળામાં નવા વર્ગો ઉભા કરવા બાબતે જિલ્લા પંચાયતના ટંકારાના સભ્ય ગોધાણી ભુપેન્દ્રભાઈ અને ભાજપના આગેવાન નથુભાઈ કડીવારએ જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરી છે જેમાં તેને જણાવ્યુ છે કે, વર્ષે ૨૦૨૦૨-૨૧ માં કૉવિડ-૧૯ ને કારણે ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપેલ છે. ટંકારા તાલુકાની કુલ ૧૩ ગ્રાન્ટેડ શાળાઓમાં ધોરણ ૧૦ ના વર્ગો ચાલે છે. પરંતુ માત્ર ૩ ગ્રાન્ટેડ શાળાઓમાં ઉચ્ચ માધ્યમિકના વર્ગો ચાલતા હોવાથી વિદ્યાર્થીઓને પ્રવેશ મળતા નથી. ત્યારે જો નવા વર્ગોની મંજૂરી આપવામાં આવે તો જ વિદ્યાર્થીઓને સમાવી શકશે માટે હાલમાં ટંકારા તાલુકામાં ધો. ૧૧ ના વિધાર્થી અને વાલીઓ એડમિશન માટે ચિંતિત થઈ ગયા છે




Latest News