ટંકારા તાલુકામાં ધો. ૧૧ ના વિધાર્થી અને વાલીઓ એડમિશન માટે ચિંતિત
મોરબીના મહેન્દ્રનગરમાં ત્રણ ઘરમાથી સોના-ચાંદીના ૯૧ હજારના દાગીની ચોરી
SHARE
મોરબીના મહેન્દ્રનગરમાં ત્રણ ઘરમાથી સોના-ચાંદીના ૯૧ હજારના દાગીની ચોરી
મોરબી તાલુકાના મહેન્દ્રનગર પાસે આવેલ રોયલ પાર્કમાં તસ્કરોએ ધામા નાખ્યા હતા અને એકી સાથે ત્રણ મકાનના તાળાં તોડીને ત્રણ મકાનોમાથી તસ્કરો સોના અને ચાંદીના દાગીના મળીને ૯૧ હજારના મુદામાલની ચોરી કરીને લઈ ગયા છે જેથી કરીને ભોગ બનેલા મકાન માલિકની ફરિયાદ લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી મહેન્દ્રનગર ગામ પાસે આવેલ રોયલ પાર્કમાં ત્રણ મકાનમાં તસ્કરોએ ચોરી કરેલ છે જેથી હાલમાં રજનીકાંત ગંગારામભાઈએ ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, રોયલ પાર્કમાં તેના મકાનમાં તસ્કરોએ તાળા તોડી પ્રવેશી કર્યો હતો અને ૪૦ ગ્રામ ચાંદીના દાગીના અને ૧૭ ગ્રામ સોનાના દાગીના જે કુલ ૫૮૦૦૦ અને રોકડા ૧૦૦૦૦ તેમજ તેમની બાજુમાં રહેતા મનસુખભાઈ લાલજીભાઈના મકાનમાંથી રોકડા ૧૧૦૦૦ અને બળદેવભાઈ મગનભાઈના મકાનમાંથી રોકડા ૧૨૦૦૦ આમ કુલ ૯૧ હજારના માલની ચોરી કરેલ છે જેથી પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે આ બનાવની તપાસ મોરબી બી ડિવિઝન પી.આઇ. વિરલ પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટાફ દ્વારા કરવામાં આવી રહી છે