મોરબી પાલિકામાં સેનિટેશન વિભાગના ચેરમેન સીતાબા અનોપસિંહ જાડેજાએ ચાર્જ સાંભળ્યો
SHARE
મોરબી પાલિકામાં સેનિટેશન વિભાગના ચેરમેન સીતાબા અનોપસિંહ જાડેજાએ ચાર્જ સાંભળ્યો
મોરબી નગરપાલિકામાં વિવિધ કમિટીના ચેરમેનનોની વરણી કરી દેવામાં આવી છે ત્યાર બાદ ધીમેધીમે નવા ચેરમેનો પોતાનો ચાર્જ સાંભળી રહયા છે દરમ્યાન મોરબી પાલિકામાં સેનિટેશન વિભાગની ઓફિસનું શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા દ્વારા દ્વારા ઉદ્ઘાઘાટન કરવામાં આવ્યું હતું આ તકે મહામંત્રી રિશીપભાઈ કૈલા તથા મોરબી નગરપાલિકાના પ્રમુખ કુસુમબેન પરમાર હાજર રહ્યા હતા અને પાલિકામાં સેનિટેશન વિભાગના ચેરમેન તરીકે સીતાબા અનોપસિંહ જાડેજાએ ચાર્જ સાંભળ્યો હતો ત્યારે બ્રહમસમાજ આગેવાન નલિનભાઈ ભટ્ટ અને કાઉન્સિલર દર્શનાબેન ભટ્ટ, પવડી ચેરમેન દેવભાઈ અવડીયા તેમજ રાજપુત સમાજના પ્રમુખ રઘુવીરસિંહ કે.ઝાલા અને રાજપુત સમાજના મહામંત્રી મહાવીરસિંહ જાડેજા તેમજ વોર્ડ નંબર-૫ ના કાર્યકરતાઓ હાજર રહ્યા હતા.
“મોરબી ટુડે” માં પ્રસિદ્ધ થતા સમાચાર વધુમાં વધુ વાંચકો સુધી પહોચે તેવા અમારા પ્રયાસો છે અને અમારા સમાચારની વિશ્વાસનીયતા વધુ હોવાથી જાણીતી વેબ પોર્ટલો તેમાંથી સમાચાર લઈને તેના વાંચકોને પીરસે છે જે મોરબીના હિતમાં છે “બી- પોઝીટીવ”