મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ નર્સિંગ કોલેજ ખાતે એઇડ્સ એવેર્નેસનો કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

હળવદ તાલુકાના સુખપર ગામના ખેડુતોએ ઉચ્ચારી આત્મ વિલોપનની ચિમકી


SHARE











હળવદ તાલુકાના સુખપર ગામના ખેડુતોએ ઉચ્ચારી આત્મ વિલોપનની ચિમકી

મોરબી જીલ્લાના હળવદ તાલુકાના સુખપર ગામના ખેડુતોએ આત્મહત્યાની ચિમકી ઉચ્ચારી છે અને આજે હળવદ પોલીસ અને મામલતદાર કચેરીમાં ખેડુતોએ આવેદનપત્ર આપ્યુ છે જેમા તેઓએ સરકારી જમીન પર દબાણ કરવા ખોટા પુરાવા મહંત દ્વારા ઉભાં કરીને તેઓને હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો છે  અને મહંત વારંવાર અરજી કરી ખેડુતોને હેરાન કરતા હોવાનો આક્ષેપ ખેડુતોનો આક્ષેપ કર્યો છે

હળવદના શક્તિનગર ગામે આવેલ નકલંકધામ મંદિરના મહંત દલસુખરામબાપુ વિરુદ્ધમાં સુખપર ગામના ખેડુતો દ્વારા મામલતદાર અને પોલીસને આવેદન પત્ર આપવામાં આવ્યુ છે અને દલસુખરામબાપુએ ખેડૂતની જમીન તેમજ સરકારી જમીન પચાવી પાડી હોવાના આક્ષેપ ખેડુતો દ્વારા આવેદનમાં કરવામાં આવ્યો છે આટલુલજ નહી પરંતુ મહંત દલસુખરામબાપુ ખેડૂતને ધાકધમકી આપતા હોવાનો આક્ષેપ પણ ખેડુતોએ કર્યો છે છેલ્લા ઘણા વર્ષથી દલસુખરામબાપુ અને ખેડૂત વચ્ચે જમીન બાબતે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આજે આવેદનપત્ર આપીને પોલીસ મથક પાસે મહિલાઓએ દલસુખ મહારાજ હાય હાયના નારા લગાવી છાજીયા લીધી હતા અને ખેડુતોએ આત્મ વિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી હતી






Latest News