મોરબી જિલ્લાના વિવિધ પ્રશ્નોની જિલ્લા-શહેર કોંગ્રેસનાં પ્રમુખે રાજ્યના ચીફ સેક્રેટરીને કરી રજૂઆત માળીયા (મી) તાલુકા કોર્ટ ખાતે સુપર મેગા નેત્રયજ્ઞ કેમ્પનું આયોજન મોરબીની યુ. એન. મહેતા આર્ટ્સ કોલેજમાં રાષ્ટ્રીય ખેલ દિવસની ઉજવણીના ભાગરૂપે કાર્યક્રમ યોજાયો મોરબીમાં ઈમરજન્સી ઓપરેશન સેન્ટરનું જિલ્લા પંચાયત પ્રમુખ-ધારાસભ્યોની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદમાં શહેરીજનોને સ્વચ્છતા બાબતે જાગૃત કરવા શેરી નાટકો-પપેટ શો યોજાયા માય થેલી: ટંકારા પાલિકા લોકોને જુના કાપડમાંથી બનાવી આપશે વિનામૂલ્યે થેલી મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી
Breaking news
Morbi Today

વાંકાનેરમાં સૂમસામ માર્ગ વચ્ચે માત્ર 15 ભાવિકો સાથે યોજાઈ અષાઢી બીજ શોભાયાત્રા


SHARE

















(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરમાં કોરોના અન્વયે સરકારી ગાઈડ લાઈન મુજબ મર્યાદિત ભાવિકો સાથે સૂમસામ માર્ગ પરથી અષાઢી બીજ શોભાયાત્રા કાઢવામાં આવી હતી.

રાજ્યમાં કોરોનાની સંભવતઃ ત્રીજી લહેર અનુલક્ષીને પ્રશાસન દ્વારા આ સાલ કોરોના ગાઈડ લાઈનની ચુસ્ત  અમલવારી કરાવવામાં આવી હતી, મોરબી જીલ્લા કલેક્ટર દ્વારા શોભાયાત્રા રૂટ પર સવારે 9 થી 4 દરમ્યાન કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો હતો, જેને પગલે પોલીસ તંત્ર દ્વારા આગલે દિવસે જ આ રૂટ પરનાં વેપારીઓને દુકાનો બંધ રાખવા સૂચના આપી દેવાઈ હતી, અને આજે સવારથીજ શોભાયાત્રાનાં માર્ગને  બંધ કરી દેવામાં આવ્યો હતો, અને ટ્રાફિક ડાયવર્ટ કરી દેવાયો હતો, મછુ નદી ખાતે આવેલ માતાજીની દેરીથી શોભાયાત્રાનો શાંતિ પૂર્ણ પ્રારંભ કરાયો હતો, માત્ર 15 જેટલાં ભાવિકો દ્વારા ગાઈડ લાઈન મુજબ શોભાયાત્રા યોજાઇ હતી, જોકે ભાવિકોથી વધુ પોલીસ કર્મીઓ શોભાયાત્રામાં દેખાયા હતાં, સૂમસામ માર્ગો વચ્ચે બિલકુલ સુમસામ  આવી પ્રથમ શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જે મછૂ માતાજી મંદિર ખાતે સંપન્ન થઈ હતી, dysp રાધિકા ભારાઈ, વાંકાનેર શહેર પી.આઈ. એચ..એન. રાઠોડ સતત હાજર રહી ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો.




Latest News