વાંકાનેરમાં સૂમસામ માર્ગ વચ્ચે માત્ર 15 ભાવિકો સાથે યોજાઈ અષાઢી બીજ શોભાયાત્રા
હળવદ તાલુકાના સુખપર ગામના ખેડુતોએ ઉચ્ચારી આત્મ વિલોપનની ચિમકી
SHARE
હળવદ તાલુકાના સુખપર ગામના ખેડુતોએ ઉચ્ચારી આત્મ વિલોપનની ચિમકી
મોરબી જીલ્લાના હળવદ તાલુકાના સુખપર ગામના ખેડુતોએ આત્મહત્યાની ચિમકી ઉચ્ચારી છે અને આજે હળવદ પોલીસ અને મામલતદાર કચેરીમાં ખેડુતોએ આવેદનપત્ર આપ્યુ છે જેમા તેઓએ સરકારી જમીન પર દબાણ કરવા ખોટા પુરાવા મહંત દ્વારા ઉભાં કરીને તેઓને હેરાન કરવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો છે અને મહંત વારંવાર અરજી કરી ખેડુતોને હેરાન કરતા હોવાનો આક્ષેપ ખેડુતોનો આક્ષેપ કર્યો છે
હળવદના શક્તિનગર ગામે આવેલ નકલંકધામ મંદિરના મહંત દલસુખરામબાપુ વિરુદ્ધમાં સુખપર ગામના ખેડુતો દ્વારા મામલતદાર અને પોલીસને આવેદન પત્ર આપવામાં આવ્યુ છે અને દલસુખરામબાપુએ ખેડૂતની જમીન તેમજ સરકારી જમીન પચાવી પાડી હોવાના આક્ષેપ ખેડુતો દ્વારા આવેદનમાં કરવામાં આવ્યો છે આટલુલજ નહી પરંતુ મહંત દલસુખરામબાપુ ખેડૂતને ધાકધમકી આપતા હોવાનો આક્ષેપ પણ ખેડુતોએ કર્યો છે છેલ્લા ઘણા વર્ષથી દલસુખરામબાપુ અને ખેડૂત વચ્ચે જમીન બાબતે વિવાદ ચાલી રહ્યો છે ત્યારે આજે આવેદનપત્ર આપીને પોલીસ મથક પાસે મહિલાઓએ દલસુખ મહારાજ હાય હાયના નારા લગાવી છાજીયા લીધી હતા અને ખેડુતોએ આત્મ વિલોપન કરવાની ચિમકી ઉચ્ચારી હતી