મોરબી રોજગાર કચેરી દ્વારા વીમા ક્ષેત્રની કારકિર્દી માર્ગદર્શન વેબીનારનું આયોજન
મોરબી જીલ્લામાં વિશ્વ વસ્તી દિન નિમિત્તે આરોગ્ય કેન્દ્રો દ્વારા યોજવામાં આવી ચિત્ર સ્પર્ધા
SHARE
મોરબી જીલ્લામાં વિશ્વ વસ્તી દિન નિમિત્તે આરોગ્ય કેન્દ્રો દ્વારા યોજવામાં આવી ચિત્ર સ્પર્ધા
મોરબી જિલ્લામાં વિશ્વ વસ્તી દિવસ ઉજવણી અંતર્ગત વસ્તી વધારાની ગંભીર સમસ્યાની યાદ અપાવવા તથા કુટુંબ નિયોજનની વિવિધ પધ્ધતિઓના પ્રચાર પ્રસાર અર્થે મોરબી જિલ્લાની આરોગ્ય સંસ્થાઓ દ્વારા આ બાબતે સંદેશો આપતા વિવિધ ચિત્રો બનાવી જનજાગૃતિ ફેલાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
મોરબી જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ચિત્ર સ્પર્ધા યોજીને વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રવૃતિઓમાં આશા બહેનો તથા આરોગ્ય કર્મચારીઓ અને અધિકારીઓએ ભાગ લીધેલ હતો. તા. ૧૧ જુલાઈને રવિવારના રોજ વિશ્વ વસ્તી દિવસ નિમિતે મોરબી જિલ્લાની આરોગ્ય સંસ્થાઓ દ્વારા ઉજવણી કરવાના હેતુથી ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્ટાફ દ્વારા અલગ-અલગ ચિત્રો દોરીને લોકોમાં કુટુંબ નિયોજન અંગે જાગૃતિ આવે એવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. સુખનો મંત્ર રાખજો યાદ, બીજું બાળક ૩ વર્ષ બાદ, કુટુંબ નાનું હશે તો થશો આબાદ જેવા સૂત્રો સાથે જનજાગૃતિ માટે ચિત્ર દોરવામાં આવ્યા હતા. તેમજ બાળકને વધુ સારી રીતે શિક્ષણ આપી શકાય અને બાળકને સ્વસ્થ રાખી શકાય તે માટે નાનું કુટુંબ રાખવા સર્વે માતા-પિતાને મોરબી જિલ્લાની આરોગ્ય સંસ્થાઓ તરફથી યાદીમાં નમ્ર અપીલ કરવામાં આવેલ છે