મોરબી : નાની બરારના શિક્ષકને પ્રતિભાશાળી શિક્ષક તરીકે બીરદાવાયા
મોરબીમાં દેહની સાથે દેશનું ભલુ થાય તેવી નેમ સાથે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીમાં દેહની સાથે દેશનું ભલુ થાય તેવી નેમ સાથે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો
મોરબી-માળીયાના ધારાસભ્ય બ્રીજેશભાઇ મેરજા, ડો.પુર્ણીમાબેન ભાડેસીયા તેમજ મોરબી જીલ્લા મહિલા ભાજપ પ્રમુખ સંગીતાબેન ભીમાણીની ઉપસ્થિતમાં ૭૫ માં સ્વાતંત્ર્ય પર્વની સોમનાથ સોસાયટીમાં ઉજવણી કરવામાં આવી હતી.મોરબીના યોગ કોચ રૂપલબેનની મહેનત ત્યારે રંગ લાવી કે જ્યારે તેમણે મોરબીની આશરે ૪૦૦ જેટલી બહેનોને યોગના માધ્યમથી જોડી નિરોગી જીવન જીવવાની અને દેશ માટે કંઈક કરી છૂટવાની ભાવનાને જગાડીને ૧૫ મી ઓગષ્ટના દિવસે ધ્વજવંદન તથા સાંસ્કૃતિક કાર્યક્રમ યોજીને તેમા લોકોને સહભાગી બનાવ્યા.અતિથિ વિશેષ તરીકે લલીતભાઈ ભાલોડીયા, નરશીભાઈ અંદરપા, ભારતીબેન રંગપરીયા, રણછોડભાઈ જીવાણી, સંજયભાઈ રાજપરા(વકીલ), ભુદરભાઈ જગોદણા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.યોગને ઘર ઘર અને જન જન સુધી પહોંચાડવાના નવતર પ્રયાસ હાથ ધરી, દેશ ભક્તિના ગીતની થીમના નવતર પ્રયોગ કરી અને એક અલગજ પ્રકારનો સંદેશ સમાજને મળે એવો પ્રયાસ યુવા આર્મી ગૃપના સહયોગથી કરવામાં આવ્યો હતો અને રાષ્ટ્રવંદના કરીને દેહનું અને દેશનું ભલુ થાય તેવું કરવાના સૌએ સંકલ્પ લીધા હતા
મોરબીમાં ફ્લેશ મોબ યોજી દેશભક્તિનો અનોખો માહોલ સર્જતું યંગ ઇન્ડિયા ગ્રુપ
સ્વતંત્રતા પર્વની પૂર્વ સંધ્યાએ મોરબીના લોકો માટે સોની ટીવીના એક્સ ફેક્ટર અને દિલ હૈ હિન્દુસ્તાની ફેઈમ ફકીરા ખેતા ખાન ગ્રુપના સથવારે જશ્ને આઝાદી શીર્ષક હેઠળ જોરદાર કાર્યક્રમ યોજ્યા બાદ મોરબીના સ્કાય મોલ ખાતે ફ્લેશ મોબનું આયોજન કરવામાં આવ્યું હતું અને યંગ ઇન્ડિયા ગ્રુપના ચુનંદા ડાન્સ ગ્રુપ દ્વારા ભીડ વચ્ચે અચાનક જ જોરદાર મ્યુઝિક સાથે ડાન્સ પર્ફોમન્સ શરૂ કરવામાં આવ્યું હતું યંગ ઇન્ડિયા ગ્રુપના દેવેનભાઈ રબારીએ જણાવ્યુ હતું કે, ફ્લેશ મોબની શરૂઆત અમેરિકાના મેનહટ્ટનથી વર્ષ ૨૦૦૩ માં થઇ હતી. ફ્લેશ મોબ અંતર્ગત કલાકારોનો સમૂહ અચાનક જ લોકોની ભીડ વચ્ચે જઈ અગાઉથી નક્કી કરેલી થીમ મુજબ પર્ફોમન્સ આપે છે. ત્યારે સ્વતંત્રતા દિવસના અવસરે દેશભક્તિની થીમ ઉપર દેશભક્તિ ગીતોને બેઇઝ બનાવી અદભુત ડાન્સ કલાકારોએ રજૂ કર્યો હતો