મોરબીના એડ.જયેશભાઇ શાહની નોટરી તરીકે વરણી મોરબીના વિરપર ગામે બાપા સીતારામ મઢુલીએ ગણેશ ચતુર્થીની ઉજવણી મોરબીના મકનસર ગામે દવા પી ગયેલા આધેડનું મોત મોરબીની રાંદલ વિધાલયમાં ગાયત્રી પરિવાર દ્વારા વ્યસન મુક્તિ કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લા પંચાયત અને કલ્યાણ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આર્ટ કોમ્પિટિશન યોજાશે મોરબીના ખોખરા ધામ ખાતે વેદવિદ્યાલય-સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૩ માં સ્થાપના દિવસની ઉજવણી કરાઇ મોરબી જલારામ ધામ દ્વારા મયુરનગરી કા રાજા ગણેશોત્સવમાં ભક્તોને લાઈવ પ્રસાદ વિતરણ માળિયા (મી) નજીક ટ્રક ચાલકે રિક્ષાને ઠોકર મારતા ફાંગોળાઈ ગયેલ યુવાનના બંને પગ ઉપરથી ટ્રકના વ્હીલ ફરી ગયા
Breaking news
Morbi Today

મોરબીમાં પ્રસૂતિની સારવાર દરમિયાન મહિલાનું મોત 


SHARE

















મોરબીમાં પ્રસૂતિની સારવાર દરમિયાન મહિલાનું મોત 

મોરબીની ખાનગી હોસ્પિટલમાં એડમિટ થયેલ પ્રસુતા મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હોવાનું જાણવા મળેલ છે. મોરબી સીટી એ ડીવીઝન પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા પ્રમાણે શહેરના શનાળા રોડ પર આવેલ કલરવ હોસ્પિટલમાં ડો.જયેશ પનારાને ત્યાં પ્રસૂતિ માટે આવેલા જોશનાબેન ઉર્ફે જયોત્સનાબેન અમુભાઈ છૈયા જાતે આહિર (ઉમર ૩૭) રહે.નવા નાગડાવાસ (રામપર) તાલુકો જીલ્લો મોરબીનું તા.૧૯-૮ ના સાંજના પોણા સાતેક વાગ્યાના અરસામાં પ્રસુતિની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. બનાવ અંગે નોંધ કરવામાં આવતા હાલમાં એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઇ ગોહિલે બનાવ અંગે આગળની તપાસ હાથ ધરી છે.

મહિલા સારવારમાં

મોરબી નજીકના જામનગર જીલ્લાના જોડિયા તાલુકાના મોરાણા ગામે રહેતી મીનાબેન પ્રતાપભાઈ ચવાટીયા નામની ૩૮ વર્ષીય મહિલાએ કોઈ કારણોસર તેના ઘરે ફિનાઇલ પી લેતા ગત મોડીરાત્રીના અહિંની મંગલમ હોસ્પિટલે સારવારમાં લાવવામાં આવતા મોરબી એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઇ ગોહિલે પ્રાથમિક તપાસ કરી હતી.જ્યારે મોરબીના ગ્રીન ચોક વિસ્તારમાં આવેલ કુબેરનાથ શેરીમાં રહેતો ફાજુભાઇ ઉર્ફે ફૈઝલ તારમામદભાઇ ગોપલાણી મુસ્લિમ (૪૫) નામનો યુવાન મોરબીની નવયુગ કાપડની દુકાન પાસે હતો ત્યાં મારામારીના બનેલા બનાવમાં ઈજાગ્રસ્ત થયેલા ફાજુભાઈને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવાયો હતો.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીની ઘાંચી શેરીમાં રહેતા દાઉદભાઈ સુલેમાનભાઈ ઉમરેટિયા નામના ૬૯ વર્ષીય વૃદ્ધ બાઇક લઇને જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો હતો. બાઈક સ્લીપ થઈ જવાના કારણે જમણા હાથના ભાગે ઈજાગ્રસ્ત થયેલા દાઉદભાઈ ઉમરેટીયાને અહિંની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.તેમજ મોરબી નજીકના ચરાડવા ગામે ઘનશ્યામભાઈ સોનગરાની વાડી રહીને મજૂરીકામ કરતાં જેલુંભાઇ નાયકરામ બાંમણીયા આદિવાસી નામના ૩૦ વર્ષના યુવાનને મજુરી કામ દરમ્યાનમાં સાપ કરડી ગયો હોય તેને ચરાડવા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર લીધા બાદ વધુ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે વધુ સારવાર માટે લાવવામાં આવ્યો હતો.




Latest News