મોરબીના જૂના દેવળિયામાં વિદેશી દારૂની ૨૦૮ બોટલો સાથે ત્રણ પકડાયા, એકની શોધખોળ
SHARE
મોરબીના જૂના દેવળિયામાં વિદેશી દારૂની ૨૦૮ બોટલો સાથે ત્રણ પકડાયા, એકની શોધખોળ
મોરબી જિલ્લાના હળવદ પોલીસ મથકના સ્ટાફને મળેલી બાતમીના આધારે સ્ટાફે જુના દેવળીયા ગામે ડોકામૈયડી તલાવડી ખરાબાની જગ્યામાં રેડ કરી હતી ત્યારે ત્યાંથી પોલીસને ત્રણ ઈસમો વિદેશી દારૂની ૨૦૮ બોટલો સાથે મળી આવ્યા હોય ત્રણેયની ધરપકડ કરીને જેતપર ગામના "રાધે" નામના એક શખ્સનું નામ ખુલેલ હોય તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
મોરબી જીલ્લાના હળવદ પોલીસ સ્ટેશનનનો સ્ટાફ રાઉન્ડમાં હતો તે દરમિયાનમાં મળેલી બાતમીને આધારે જુના દેવળીયા ગામે ડોકામૈયડી તળાવડી ખરાબાની જગ્યામાં પોલીસે રેડ કરી હતી જ્યાંથી મળી આવેલા રાજેશ કિશોર દેગામા કોળી (૨૧) રહે.મોતીનગર જુના દેવળિયા, મહેશ માવજી સોલગામ કોળી (૨૦) રહે. મોતીનગર જુના દેવડીયા અને પ્રવીણ મનજી ભીમાણી કોળી (૨૮) રહે.જુના દેવડીયા વાળાઓને અટકાવીને તેમની તલાસી લેવામાં આવતાં તેમની પાસે વિદેશી દારૂની ૨૦૮ નંગ બોટલો કિંમત રૂા.૬૨,૪૦૦ વેચાણ કરવાના ઈરાદે મળી આવી હતી તેમજ ત્રણેય પાસેથી ત્રણ મોબાઇલ મળી આવતા રૂા.૧૦,૫૦૦ ની કિંમતના ત્રણ મોબાઈલ એમ કુલ મળીને રૂા.૭૨,૯૦૦ ના મુદામાલ સાથે રાજેશ કોળી, મહેશ કોળી અને પ્રવીણ કોળીની ધરપકડ કરવામાં આવેલ છે અને તપાસ દરમિયાન જેતપરના "રાધે" નામના ઇસમનું હાલમાં નામ ખુલ્યુ હોય તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.
મારામારીમાં ઇજા
મોરબીના ભડીયાદ રોડ ઉપર રહેતા મહેશ કાંતિભાઈ માંડવીયા નામના ૨૮ વર્ષના યુવાનને અમદાવાદના ઘોલેરા વિસ્તારમાં ગત તા.૧૪-૮ ના રોજ બનેલા મારામારીના બનાવમાં ઈજાઓ થતા ઇજાગ્રસ્ત થયેલા મહેશ કાંતિભાઈ નામનો યુવાન ગઇકાલે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે એડમિટ થયો હતો.જોકે પોલીસ નિવેદન માટે પહોંચે તે પહેલા તે રજા લઈને ચાલ્યો ગયો હોવાનું સુત્રોમાંથી જાણવા મળેલ છે. જ્યારે મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ ઢુવા નજીકના બંધુનગર ગામે રહીને મજૂરી કામ કરતો સુભરાત્રીભાઈ અછતભાઈ ફકીરનો ૩૫ વર્ષીય મજુર યુવાન માથામાં નાંખવાની મહેંદી પી ગયો હોય તેને મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયો હતો.