ચૂંટણી ઇફેક્ટ !: મોરબી જીલ્લામાં દેશી દારૂના ધંધાર્થીઓ ઉપર પોલીસની ધોંસ
વાંકાનેર શહેરના જુદાજુદા વોર્ડમાં રોડરસ્તાનું કામોનું ખાતમહુર્ત કરાયું
SHARE
વાંકાનેર શહેરના જુદાજુદા વોર્ડમાં રોડરસ્તાનું કામોનું ખાતમહુર્ત કરાયું
વાંકાનેર નગરપાલિકા વિસ્તારમાં એકથી સાત વોર્ડનું આરસીસી ધાબાનું કામ લાભ પાંચમથી શરૂ કરવામાં આવ્યું છે અને આ કામના ખાતમહુર્ત સમયે વાંકાનેર મહારાણા કેસરીદેવસિંહજી ઝાલા, પ્રાંત અધિકારી એ.એચ.શેરસિયા, ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા તથા એકથી સાત વોર્ડના સ્થાનિક લોકો તેમજ ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અત્રે ઉલેખનીય છે કે, વાંકાનેર નગરપાલિકાને સુપર સીડ કર્યા પછી વહીવટદારને મુકવામાં આવ્યા છે, આથી પ્રથમ સ્ટ્રીટ લાઈટનો પ્રશ્ન ઉકેલવામાં આવ્યો હતો ત્યાર બાદ વાંકાનેર પાલિકાનાં તમામ એકથી સાત વોર્ડની શેરીઓમાં રોડ રસ્તાના કામ શરૂ કરવા માટેની કવાયત કરવામાં આવી હતી અને પાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા દ્વારા વાંકાનેરનાં મહારાણા કેશરીદેવસિંહ ઝાલાનાં વરદ હસ્તે તમામ સાતેય વોર્ડમાં લાભ પાંચમનાં દિવસે ખાતમહુર્ત કરાવેલ છે ત્યારે વોર્ડ નં ૧ થી ૭ માં એકી સાથે રોડના કામ શરૂ કરવામાં આવતા સ્થાનિક લોકોમાં ખુશીની લાગણી છે અને જુદાજુદા વિસ્તારમાં ખાતમહુર્ત કરવામાં આવ્યા હતા ત્યારે સ્થાનિક આગેવાન ભાટી એન., રાજેન્દ્રસિંહ ઝાલા, ઝાકીરભાઇ બ્લોચ, ગજેન્દ્રસિંહ રાઠોડ, જયેન્દ્રસિંહ ઝાલા, મેહુલ ઠાકરાણી, અમિત શાહ, નિશિતભાઈ જોશી, અમરશીભાઈ મઢવી સહિતના હાજર રહ્યા હતા અને લોકોની સુખાકારીમાં વધારો થાય તે માટે દોઢ કરોડનાં ખર્ચે રોડ કરવામાં આવશે