હળવદના રણછોડગઢમાં લઘુશંકા કરતા આધેડ અને તેના ભાભી ઉપર ધારીયા વડે હુમલો કરનારા ૩ સામે ગુનો નોંધાયો
SHARE
હળવદના રણછોડગઢમાં લઘુશંકા કરતા આધેડ અને તેના ભાભી ઉપર ધારીયા વડે હુમલો કરનારા ૩ સામે ગુનો નોંધાયો
હળવદ તાલુકાના રણછોડગઢ ગામે આધેડ લઘુશંકા કરવા માટે ગયા હતા ત્યારે “અહીંયા કેમ લઘુશંકા કરો છો” તેવું કહીને આધેડની સાથે બોલાચાલી કરવામાં આવી હતી ત્યારે ત્રણથી વધુ શખ્સો દ્વારા તેના ઉપર ધારિયા વડે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે ત્યાં હાજર રહેલા આધેડના ભાભી વચ્ચે છોડવા પડ્યા હતા માટે તેને પણ માર મારવામાં આવ્યો હતો જેથી બંને ઇજાગ્રસ્તોને રાજકોટ ખાતે સારવાર માટે ખસેડાયા હતા અને હાલમાં આ બનાવમાં હળવદ પોલીસે ફરીયાદ લઇને આરોપીને પકડવા માટે તજવીજ કરેલ છે.
બનાવની જાણવા મળતી હળવદ તાલુકા રણછોડગઢ ગામે રહેતા રમેશભાઇ ઉર્ફે કૂકો ધનુભાઈ દલસાણીયા (ઉમર ૫૦) અને તેના ભાભી હેમીબેન સુખાભાઈ દલાસાણીયા (ઉમર ૬૦) ઉપર અજીત પ્રેમજી, પ્રેમજી મૂળજી અને ભાવુભાઇ મુળજી નામના ત્રણ શખ્સો અને અજાણ્યા શખ્સોએ મળીને માર માર્યો હતો જેથી કરીને હાલમાં તેઓને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા અને આ બનાવાં રમેશભાઇ દલસાણીયાએ હાલમાં ઉપરોક્ત ત્રણેય શખ્સોની સામે ફરીયાદ નોંધાવતા પોલીસે મારામારી, જાનથી મારી નાંખાવાની ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.ફરીયાદીએ ફરીયાદમાં લખાવ્યુ છે કે તેઓ લઘુશંકા કરવા માટે ગયા હતા ત્યારે અજીત પ્રેમજીએ તેને “અહીંયા કેમ લઘુશંકા કરો છો” તેવું કહીને બોલાચાલી કરી હતી અને ત્યારબાદ તેની સાથે માથાકૂટ કરી હતી અને ધારિયા વડે હુમલો કર્યો હતો ત્યારે બચાવવા માટે હીમીબેન વચ્ચે પડ્યા હોય તેઓને પણ ઇજા થઇ હતી માટે બંનેને ઇજા થતાં સારવારમાં ખસેડવામાં આવ્યા હતા.
વાહન અકસ્માતમાં ઘવાયેલ મહિલા સારવારમાં
ટંકારા તાલુકાના લજાઇ ગામે રહેતા હિરલબેન યોગેશભાઈ મસોત નામની ૩૦ વર્ષીય મહિલા એકટીવા લઈને ઘરેથી બજાર વિસ્તારમાં આવ્યા હતા અને લજાઈ બજાર વિસ્તારમાંથી પરત ઘરે જતા રસ્તામાં તેમનું એકટીવા સ્લીપ થઇ જતા કિંજલબેન મસોતને અત્રેની ડો.હેમલ પટેલ હોસ્પિટલે સારવાર માટે લવાયા હતા. જ્યારે મોરબીના શનાળા રોડ ઉપર આવેલી આરાધના સોસાયટીમાં રહેતા ચંપકભાઈ છગનભાઈ માણેક નામનો ૪૦ વર્ષીય યુવાને કોઈ કારણોસર કોઈ અજાણી દવા પી જતાં તેને સારવાર માટે અહીંની ક્રિષ્ના હોસ્પિટલે લવાયો હતો.બનાવને પગલે એ ડિવિઝન પોલીસ મથકના હમીરભાઇ ગોહિલે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી.