ટંકારાના જબલપુર ગામે શાળાના બાળકોએ વાલીઓના સહયોગથી 3D ફિલ્મ નિહાળી
મોરબીના જાંબુડિયા પાસે ડમ્પરના ચાલકે બે કારને ઠોકર મારીને રસ્તા ઉપર પડી ગયેલા બાઇક ચાલકને કચડી નાખતા યુવાનનું મોત
SHARE
મોરબીના જાંબુડિયા પાસે ડમ્પરના ચાલકે બે કારને ઠોકર મારીને રસ્તા ઉપર પડી ગયેલા બાઇક ચાલકને કચડી નાખતા યુવાનનું મોત
મોરબીના જાંબુડિયા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જેમાં ડમ્પર ચાલકે બે કાર અને એક બાઈકને હડફેટે લીધા હતા ત્યારે બાઇક ઉપર જઇ રહેલા યુવાનને ગંભીર ઇજા થવાથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને ડમ્પર ચાલક ઘટના સ્થળેથી નાશી ગયો હતો
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ભડિયાદ રોડે નજરબાગ પાસે રહેતા રવિભાઈ દેવસીભાઈ પરમાર (૨૯)એ ડમ્પર જીજે ૧૨ બીએક્સ ૫૮૪૪ ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેના બનેવીએ ફોન કરીને તેને જણાવ્યુ હતું કે, મોટા ભાઈ મહેશભાઈ દેવશીભાઈ પરમાર (૩૯) નો જાંબુડિયા ઓવરબ્રિજ પાસે અકસ્માત થયેલ છે જેથી રવિભાઈ પરમાર તુરંત ત્યાં ગયા હતા ત્યારે સ્થળ ઉપર ડમ્પર જીજે ૧૨ બીએક્સ ૫૮૪૪ ના આગળના ડાબી બાજુના ટાયર પાસે મહેશભાઈનો મૃતદેહ પડ્યો હતો અને ડમ્પરનો ચાલક ભાગી ગયો હતો જો કે, ડમ્પરના ચાલકે ફરિયાદીના ભાઈના બાઈક જીજે ૧૩ બીસી ૬૦૦૧ ઉપરાંત એક ઈનોવા કાર જીજે ૧ એચઆર ૮૯૮૮ અને ટાટા અલ્ટોઝ કાર જીજે ૩૬ એએફ ૪૪૬૫ ને હડફેટે લીધી હતી જેમાં પણ નુકશાન થયેલ છે ત્યારે કારના ચાલક વિવેકભાઈ જયંતીભાઈ ગઢિયાએ ફરિયાદીને જણાવ્યું હતું કે તેની ઈનોવા કારની આગળ મહેશભાઈ બાઈક લઈને જતા હતા ત્યારે બાજુમાંથી પસાર થતા બીજા બાઈક સાથે તેનું બાઈક સહેજ અડી જતા બેલેન્સ ન રહેતા મહેશભાઈ બાઈક સહીત પડી ગયા હતા માટે તેઓએ કારને બ્રેક કરી હતી ત્યારે પાછળ આવતી અલ્ટ્રોઝ કારના ચાલકે પણ બ્રેક મારી હતી જો કે, તેની પાછળ આવી રહેલા ડમ્પરના ચાલકે બંને કારને પાછળથી ઠોકર મારી હતી અને ત્યાર બાદ બાઈક સહીત નીચે પડેલા મહેશભાઈ ઉપર ડમ્પરનું ટાયર ફેરવી દીધું હતું જેથી તેનું મોત નીપજયું હતું હાલમાં મોરબી તાલુકા પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે