મોરબીમાં હિન્દુ સમ્મેલન, સામાજિક-ધાર્મિક પ્રસંગોમાં સ્ટીલની થાળી, વાટકા અને ગ્લાસનો જ ઉપયોગ કરવા સંકલ્પ વર્લ્ડ ટુર પર નિકળેલા જર્મનીના કાર્લ મોરબી જલારામ ધામના મહેમાન બન્યા ટંકારા તાલુકામાં બનેલો બનાવ: સગીર દીકરી સાથે સગા બાપે આચર્યું દુષ્કર્મ, આરોપીની ધરપકડ હળવદ પોલીસે દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સને કર્યો પાસા તળે જેલ હવાલે મોરબીમાં શિવરાત્રીના યોજાતા લોકમેળાની હરાજીમાં ગેરરીતી ?, તપાસની માંગ સાથે ટીડીઓને રજૂઆત મોરબી ખાતે ‘રાષ્ટ્રીય મતદાતા દિવસ’ની ઉજવણી કરાઈ: શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારી-કર્મચારીઓનું કલેક્ટરશ્રીના હસ્તે સન્માન રિપબ્લિક ડે સ્પેશ્યલ ઑફર્સ: મોરબીના પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં ટીવી-ઘરઘંટી સાથે સ્માર્ટ વોચ ફ્રી, કેસ-ક્રેડિટ કાર્ડ ઉપર આકર્ષક ડિસ્કાઉન્ટ મોરબી મહાપાલિકા-રોટરી ક્લબ દ્વારા આયોજીત ફન સ્ટ્રીટમાં અબાલ વૃદ્ધ સહુ કોઈએ કર્યા જલસા
Breaking news
Morbi Today

મોરબીમાં હેલ્પ એજ ઇન્ડિયા દ્વારા એચ.આઇ.સોમાણીના સૌજન્યથી વૃદ્ધાશ્રમમાં આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસની ઉજવણી


SHARE











મોરબીમાં હેલ્પ એજ ઇન્ડિયા દ્વારા એચ.આઇ.સોમાણીના સૌજન્યથી વૃદ્ધાશ્રમમાં આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસની ઉજવણી

વરિષ્ઠ નાગરિકનું સુખ એટલે દુઃખની બાદબાકી.વરિષ્ઠ નાગરિકના હાથે કેક કાપીને વૃદ્ધદિવસની આનંદપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી.દુનિયાભરના વૃદ્ધો પ્રત્યે થતા દુર્વ્યવહાર અને અન્યાયને રોકવા માટે આ દિવસ વિશ્વભરમાં દર વર્ષે ૧૯૯૧ થી આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વૃદ્ધો માટેની રાષ્ટ્રીય હેલ્પલાઇન ૧૪૫૬૭ નું સંચાલન કરતી સંસ્થા હેલ્પ એજ ઇન્ડિયા તેમજ મોબાઈલ હેલ્થ યુનિટ પ્રોજેક્ટના દાતા એચ.આઇ.સોમાણી દ્વારા મોરબી ખાતેના શ્રી કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ સંચાલિત વૃદ્ધાશ્રમ ખાતે આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

દીપ પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. વરિષ્ઠ નાગરિક દિવસ નિમિતે  મુખ્ય મહેમાન મહિલા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર પી.એચ.લગ્ધિરકાએ વૃદ્ધ દિવસ નિમિતે વરિષ્ઠ નાગરિકોના જીવન સુખી અને નિરોગી બની રહે તેવી શુભેચ્છા પાઠવી હતી.આ પ્રસંગે એલ્ડરલાઈન ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર રાજદીપ પરમાર દ્વારા વરિષ્ઠ નાગરિકોને આંતરરાષ્ટ્રીય વૃદ્ધજન દિવસ  અંગેની શુભેચ્છા સાથે મહત્વ સમજાવેલ.ત્યારબાદ જીલ્લા બાળ સુરક્ષા એકમ તથા સમાજ સુરક્ષા વિભાગ કો-ઓર્ડિનેટર રંજન મકવાણા દ્વારા વૃદ્ધોને તેમના જીવનઉપયોગી માહિતી આપી હતી.ત્યારબાદ સુષ્માબેન પટ્ટની દ્વારા આશ્રમમાં વડીલોની વિવિધ પ્રકારે સંભાળ રાખવામાં આવે છે તેની જાણકારી આપી હતી.ત્યારબાદ સેજલ પટેલ દ્વારા મહિમા અભ્યમ ૧૮૧ દ્વારા મહિલા વરિષ્ઠ નાગરિકને કેવા પ્રકારે મદદ કરવામાં આવે વગેરે જેવી માહિતી આપી પ્રોગ્રામના અંતે ડો.શ્વેતા અઘારા દ્વારા હેલ્થ અંગે આપવામાં આવતી મદદ અંગેની માહિતી આપી હતી.આશ્રમમાં રહેતા વરિષ્ઠ નાગરિકના હાથે કેક કાપી અને આરોગ્ય તપાસ કરી  વૃદ્ધદિવસની આનંદપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ૧૮૧ના મહિલા કાઉન્સેલર સેજલ પટેલ, કોન્સ્ટેબલ જયશ્રીબેન કોઠીવાર, પ્રદીપભાઈ, મોબાઈલ હેલ્થ યુનિટના હર્ષદભાઈ, મોબાઈલ હેલથકેર યુનિટ મોરબીના એસ.પી.ઑ દિવાળી સોલંકી, એમ.એચ. યુ. ડો.શ્વતા અઘારા, એમ.એચ. યુ. ફાર્માસિસ્ટ સજનીબેન તેમજ આશ્રમના વરિષ્ઠ નાગરિકો હાજર રહ્યાં હતાં.






Latest News