મોરબીમાં ટેટ-ટાટના પરીક્ષાર્થીઓના ન્યાય માટે એબીવીપીએ આવેદનપત્ર પાઠવ્યું
મોરબીના આઈ.ટી.આઈ. ખાતે તમાકુ કંટ્રોલ સેલ દ્વારા વકૃત્વ સ્પર્ધા યોજાઇ
SHARE
મોરબીના આઈ.ટી.આઈ. ખાતે તમાકુ કંટ્રોલ સેલ દ્વારા વકૃત્વ સ્પર્ધા યોજાઇ
તમાકુ કંટ્રોલ સેલ મોરબી અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પીપળી દ્વારા આઈ.ટી.આઈ. મહેન્દ્રનગર ખાતે વ્યસન મુક્તિ જાગૃતિ અર્થે વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમાકુ નિષેધ વકૃત્વ સ્પર્ધામાં ૫૦ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં યુવાઓ દ્વારા વ્યસનની શારીરિક અસરો, માનસિક અસરો, આર્થિક અસરો વિશે પોતાની શૈલીમાં વક્તવ્ય આપવામાં આવ્યું હતું આ વકતૃત્વ સ્પર્ધામાં વિજેતા થનાર ત્રણ વિદ્યાર્થીઓને ઇનામ આપવામાં આવ્યા હતા. ભાગ લેનાર તમામ બાળકોને પ્રોત્સાહન ઇનામ આપવામાં આવ્યા હતા તેમજ શાળાના તમામ વિદ્યાર્થીઓને નાસ્તો કરાવવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને અંતે હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પીપળીના આરોગ્ય કર્મચારી દિલીપભાઈ દલસાણીયા દ્વારા તમાકુના સેવનથી થતી નુકશાની વિશે વિદ્યાર્થીઓને સમજાવ્યા હતા તેમજ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારજનોને આ દુષણથી દૂર રહેવા અપીલ કરાઈ હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા આઈ.ટી. આઈ. મહેન્દ્રનગર ના પ્રિન્સિપાલ હળવદિયા સાહેબ, ધાનજા સાહેબ તેમજ સ્ટાફ તથા હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર પીપળીના સી.એચ.ઓ. સુનિલભાઈ લઢેર, રંગપર પ્રા.આ.કે. ના સુપરવાઈઝર પ્રફુલભાઈ રાઠોડ એ જહેમત ઉઠાવી હતી.