જીવ છોડવો પડે તો છોડી દેવો પણ સત્ય, પ્રેમ અને કરૂણાને કયારે પણ છોડવા નહીં: મોરારી બાપુ
મોરબીના શીવ સેવક ગ્રુપ દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન
SHARE
મોરબીના શીવ સેવક ગ્રુપ દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન
મોરબીમાં શીવ સેવક ગ્રુપ (રવાપર રોડ) દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સુરજબારી પુલ પાસે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે આ કેમ્પ તા ૬ થી ૧૦ સુધી રાખવામા આવશે
નવરાત્રિ દરમિયાન આશાપુરા માતાજીના મઢની પદયાત્રામાં નીકળતા પદયાત્રીઓની સેવા માટે શીવ સેવક ગ્રુપ દ્વારા સૂરજબારી પુલ પાસે કેમ્પ યોજવામાં આવે છે. આ શીવ સેવક ગ્રુપ ૨૦૧૨ થી કેમ્પ કરવામાં આવે છે જેમાં ૬૫ જેટલા યુવાનો અને વૃદ્ધ સેવા આપવા માટે આવે છે. આ કેમ્પમાં ૨૪ કલાક ચા-નાસ્તો, બપોરે તથા રાતે ભોજન પ્રસાદ, મેડીકલ સુવિધા અને યાત્રાળુઓને દવાઓનું વિતરણ કરવામાં આવે છે. તેમજ યાત્રાળુઓ માટે કૂલર અને મોબાઈલ ચાર્જની સુવિધા રાખવામા આવે છે