મોરબીના શીવ સેવક ગ્રુપ દ્વારા પદયાત્રીકો માટે સેવા કેમ્પનું આયોજન
મોરબીની નાસ્તા ગલીમાંથી બાઈકની ઉઠાંતરી
SHARE
મોરબીની નાસ્તા ગલીમાંથી બાઈકની ઉઠાંતરી
મોરબી શહેરમાં નગર દરવાજા ચોકની બાજુમાં આવેલ નાસ્તા ગલી પાસે મોબાઇલની દુકાન સામે બાઇક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઇકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૨૫,૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થયેલ હોવાની ભોગ બનેલા યુવાન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં તાલુકા સેવા સદનની પાછળના ભાગમાં આવેલ વર્ધમાન સોસાયટીમાં રહેતા શ્યામભાઈ બીપીનભાઈ રાચ્છ જાતે લોહાણા (૩૩) એ અજાણ્યા શખ્સની સામે હાલમાં ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના નગર દરવાજા ચોક પાસે આવેલ નાસ્તા ગલીમાં ક્રિષ્ના મોબાઇલ નામની દુકાન આવેલ છે તેની પાસે તેણે પોતાનું બાઈક નંબર જીજે ૩૬ પી ૦૦૮૮ પાર્ક કરીને મૂક્યું હતું જે ૨૫,૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ચોરીનો ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બાઇક સ્લીપ
મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ વિજયનગર પાસે સનરાજ પાર્કમાં રહેતા સુમરા આદિલ જુસબ નામના ૧૫ વર્ષના તરુણને રેલવે સ્ટેશન પાસે બાઇક સ્લીપ થતા અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવી નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મારા મારીમાં ઇજા
મોરબી શહેરના ગ્રીન ચોક પાસે મારામારીનો બનાવ બન્યો હતો જે મારામારીના બનાવમાં વીસીપરામાં રહેતા અજમેરી સલીમ બસીરભાઈ (૨૧) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી કરીને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે તેને લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના હરેશભાઈ ચાવડા ચલાવી રહ્યા છે









