મોરબીના જેપુર નજીક ડબલ સવારી બાઈક રેલ્વેની રેલિંગ સાથે અથડાતાં ઇજા પામેલા યુવાન સારવારમાં
મોરબી જીલ્લામાં ૫ુરવઠા વિભાગને લગતી ફરિયાદો મૂદે પી.પી.જોષીએ કરી પુરવઠી મંત્રીને રાવ
SHARE
મોરબી જીલ્લામાં ૫ુરવઠા વિભાગને લગતી ફરિયાદો મૂદે પી.પી.જોષીએ કરી પુરવઠી મંત્રીને રાવ
હાલમાં મોરબી જીલ્લા પુરવઠા અધિકારીની જગ્યા ઘણા સમય થયા ખાલી છે તેમજ સીટી મામલતદારની જગ્યા પણ ખાલી છે.મોરબી નીચે પાંચ તાલુકા આવેલ છે કામગીરી ઘણી જ રહે છે અને ચાર્જમાં રહેલ અધિકારી નિતિ વિષયક નિર્ણય લઈ શકતા નથી.તેથી લોકોને પડતી અગવળતા નિવારવા માટે જિલ્લા પુરવઠા વિભાગમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવામાં આવે તેવી માંગ અહીંના જાગૃત નાગરિક પી.પી.જોશી દ્વારા કરવામાં આવેલ છે.
મોરબી જીલ્લામાં આશરે બસો પચાસ જેટલી સસ્તા અનાજની દુકાનો હાલમાં ચાલુ છે.પરંતુ દુકાનદારોને સમયસર માલ મળતો ન હોવાથી તે પણ દુકાન ખોલી શકતા નથી જે લીધે ગ્રાહકો(નાગરીકો) પરેશાન થાય છે અને મોંધા ભાવથી ખુલ્લા બજારમાં અનાજ ખરીદવુ પડે છે.સરકારએ પોર્ટેબીલીટીનો નિયમ જાહેર કરેલ જેથી ગ્રાહક કોઈપણ દુકાનદાર પાસેથી પોતાને મળતો જથ્થો મેળવી શકે અહીંયા પણ તેનો અમલ થતો નથી ધણા દુકાનદારોએ રાજીનામા આપેલ છે પરંતુ સમયસર રાજીનામા મંજુર કરવામાં આવતા નથી.જેથી ગ્રાહકોને દુરના ગામ સુધી માલ લેવા જવુ પડે છે અને બીન જરૂરી રીક્ષા ભાડાનો ખર્ચ કરવો પડે છે.મોરબી સીટી મામલતદાર ઓફીસ હજુ બે જગ્યાએ ચાલે છે જેથી અરજદારોને ઘણી જ મુશકેલી ભોગવવી પડે છે દુકાન ઉપર કોઈપણ જાતના બોર્ડ રાખતા નથી જેથી ગ્રાહકોને પણ ખબર ન હોય કે કેટલો જથ્થો મળે છે તેમજ બીલ પણ આપતા નથી.
દરેક દુકાનદારને પોષણક્ષમ કાર્ડ હોવા જોઈએ જેથી દરેકને પુરતી રોજી રોટી મળે એવો નિયમ સરકારે જાહેર કરેલ પણ અહીયા લાગતા વળગતાને વધુ કાર્ડ ફાળવવામાં આવે છે.મોરબી તાલુકામાં આવેલ ત્રાજપર ગામે સસ્તા અનાજની દુકાન પેટા ભાડામાં ચાલે છે જે નિયમ વિરૂધ્ધ છે.આ બાબતે મામલતદાર મહેતા સમક્ષ અવાર-નવાર રજુઆત કરેલ પરંતુ આ દુકાનદાર સાથે સારા સબંધો હોવાના લીધે કોઈપણ કાર્યવાહી કરવામાં આવેલ નથી તેમ પી.પી.જોષીએ નાગરીક પુરવઠી મંત્રી કુંવરજીભાઇ બાવળીયાને કરેલ લેખીત રજુઆતમાં જણાવેલ છે.તેમજ તાલુકા મામલતદારે મધ્યાન ભોજન કેન્દ્રની ફાળવણી પણ પોતાના લાગતા વળગતાને આપેલ છે.જે તપાસનો વિષય છે.તેમ પણ જણઆવેલ છે.મોરબી તાલુકા મામલતદારને પ્રજાકીય અભિગમ નથી તેઓ દુકાનદર વિરૂધ્ધ કોઈપણ ફરીયાદ સાંભળતા નથી અને પોતાની મનમાની રીતે વહીવટ ચલાવે છે.ગુજરાતની ભાજપ સરકાર કરોડો રૂપિયા પ્રજા પાછળ ખર્ચ કરે છે પરંતુ આવા અધિકારીને કારણે સરકાર બદનામ થાય છે અને આગામી ચૂંટણીમાં આની અસર થાયનો નવાઈ નહીં પુરવઠા વિભાગથી પ્રજા ત્રાહીમામ પોકારી ગયેલ છે.પુરવઠા વિભાગ તથા જનસેવા કેન્દ્રમાં ઘણા સમયથી ઓપરેટરો જ ફરજ બજાવે છે તેને પણ હવે બદલવાનો સમય થયેલ છે.છતા બદલવામાં આવતા નથી જે બાબતે પણ ધણી જ ફરીયાદો મળેલ છે તો આ તમામ બાબતોને ધ્યાને લઇને જવાબદારો સામે ધોરણસરની આગળની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ પી.પી.જોષી (પુર્વ સલાહકાર અન્ન અને નાગરીક પુરવઠા વિભાગ-મોરબી) એ લેખીતમાં મંત્રી બાવળીયા ઉપરાંત જીલ્લા ક્લેક્ટર તેમજ મોરબી જીલ્લા પુરવઠા અધિકારીને કરેલ છે.









