મોરબી જીલ્લામાં ૫ુરવઠા વિભાગને લગતી ફરિયાદો મૂદે પી.પી.જોષીએ કરી પુરવઠી મંત્રીને રાવ
મોરબીમાં યુવાન ઉપર છરી વડે હુમલો કરાતા ઇજાગ્રસ્તને રાજકોટ ખસેડાયો
SHARE
મોરબીમાં યુવાન ઉપર છરી વડે હુમલો કરાતા ઇજાગ્રસ્તને રાજકોટ ખસેડાયો
મોરબીના સામાકાંઠે આવેલ હોસ્પિટલ પાસે યુવાન સાથે ઝઘડો કરીને તેના ઉપર પીઠના ભાગે છરીનો ઘા કરવામાં આવ્યો હતો.જેથી ઈજા પામેલ યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલે અને ત્યાંથી વધુ સારવાર માટે હાલમાં રાજકોટ સિવિલે લઈ જવામાં આવ્યો હોવાનું અને બનાવને પગલે હાલ બી ડિવિઝન પોલીસ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસસુત્રો તેમજ રાજકોટ ખાતેથી મળતી માહિતી પ્રમાણે મોરબીના સામાકાંઠે મહેન્દ્રનગર ગામે આવેલા ઇન્દિરાનગર વિસ્તારમાં રહેતા રતિલાલ ઉર્ફે અતુલ નાનજીભાઇ સોલંકી નામના ૪૧ વર્ષના યુવાન ઉપર ગઈકાલે સમર્પણ હોસ્પિટલ માળીયા ફાટક પાસે રવિ નામના ઇસમે ઝઘડો કરીને પીઠના ભાગે છરીનો ઘા મારી દીધો હતો.જેથી ઇજા પામેલા રતિલાલ ઉર્ફે અતુલ સોલંકીને મોરબીની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંથી તેને વધુ સારવાર માટે હાલ રાજકોટ સિવિલે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.બનાવને પગલે હાલ બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર અને રાઇટર લાલભા આ બાબતે આગળની તપાસ ચલાવી રહ્યા હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.
વાહન અકસ્માતમાં ઈજા
મોરબીના જેતપર રોડ ઉપર આવેલા પાવળીયારી પાસે પોલિંગ ફેક્ટરી નજીક રહેતા ધર્મેન્દ્રભાઈ હરિનારાયણ સૂર્યવંશી (ઉમર ૩૨) તથા તેમના પુત્ર અમન ધર્મેન્દ્રભાઈ સૂર્યવંશી (૭) બંનેને અકસ્માતે ઇજા થતા સિવિલે ખસેડાયા હતા જેથી હોસ્પિટલ ખાતે સારવાર કરવામાં આવ્યા બાદ આ બાબતે તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના જસપાલસિંહ જાડેજાએ તપાસ કરી હતી જેમાં સામે આવ્યું હતું કે, ધર્મેન્દ્રભાઈ તેમના પુત્ર અમન સાથે બાઈકમાં મોરબીના વાંકડા ગામ પાસે આવેલા હનુમાન મંદિર પાસેથી જઈ રહ્યા હતા ત્યારે ત્યાં અજાણી કારના ચાલકે તેમના બાઈકને હડફેટે લેતા સર્જાયેલ અકસ્માતમાં પિતા-પુત્રને ઇજાઓ પહોંચી હતી.
યુવાન સારવારમાં
મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી નજીક આવેલ ટી.કે.હોટલની પાસે વાહન અકસ્માત સર્જાયો હતો.જેમાં ઇજાગ્રસ્ત યુવાનને હાલ સિવિલે સારવારમાં ખસેડાયો છે.મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે આવેલી ટી.કે.હોટેલ નજીક બાઇક અને રિક્ષા વચ્ચે અથડામણ થઈ હતી.આ અકસ્માત બનાવમાં ઈજા પામેલા ભાવેશ ગોકળભાઈ પંડ્યા (ઉંમર ૨૦) રહે.વીસીપરા મોરબી વાળાને ઇજાઓ પહોંચી હતી.જેથી તેને હાલ સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયો હતો.બનાવની જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના વી.કે.ચાવડા દ્વારા આ બાબતે વધુ તપાસ ચલાવવામાં આવી રહી છે.









