વાંકાનેર નજીક કારખાનામાં જેસીબીનું બકેટ માથામાં વાગતા શ્રમિક યુવાનનું મોત
મોરબીના જેપુર નજીક ડબલ સવારી બાઈક રેલ્વેની રેલિંગ સાથે અથડાતાં ઇજા પામેલા યુવાન સારવારમાં
SHARE
મોરબીના જેપુર નજીક ડબલ સવારી બાઈક રેલ્વેની રેલિંગ સાથે અથડાતાં ઇજા પામેલા યુવાન સારવારમાં
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામ પાસેથી ડબલ સવારી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે અકસ્માતે બાઈક રેલવેની રેલિંગ સાથે અથડાતા યુવાનને ઈજા થઈ હતી જેથી ઇજા પામેલા એક યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકો પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના ધાર જીલ્લાનો રહેવાસી રામાભાઇ સોમાભાઈ (૩૪) નામનો યુવાન તેના ભાઈની સાથે બાઈકમાં બેસીને મોરબીથી પીપળીયા ચોકડી તરફ જતો હતો ત્યારે નવલખી રોડ ઉપર આવેલ જેપુર ગામ પાસે ત્રિમંદિર નજીક ડબલ સમારી બાઇક રેલવેની રેલિંગ સાથે અથડાયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતના બનાવમાં યુવાનને ડાબા પગે ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઇને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને આ બનાવની જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવવાની વધુ તપાસ જે.પી. પટેલ ચલાવી રહ્યા છે
મહિલા સારવારમાં
મોરબી નજીકના ટિંબડી ગામ પાસે આવેલ ઓમ મિનરલ નામના કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા કાલીબેન તોલસિંગ પારઘી (૩૬) નામની મહિલા કામગીરી દરમિયાન પડી ગઈ હતી જેથી કરીને તેને ઈજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
અકસ્માતમાં ઇજા
મોરબીના જાંબુડીયા પાસેના બ્રિજ નજીક અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં રફાળેશ્વર ગામે આનંદનગરમાં રહેતા વિષ્ણુભાઈ જીવરાજભાઈ પટેલ (૨૭) નામના યુવાનને ઇજા થઈ હતી જેથી સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે









