મોરબીમાં યુવાન ઉપર છરી વડે હુમલો કરાતા ઇજાગ્રસ્તને રાજકોટ ખસેડાયો
શ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી દ્વારા આગામી તા.૮-૧૦ થી બિનવારસી દિવંગતો, ઝુલતાપુલ દુર્ઘટનાના દિવંગતો સહિત સર્વપિતૃ મોક્ષાર્થે ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ
SHARE
શ્રી જલારામ મંદિર મહિલા મંડળ-મોરબી દ્વારા આગામી તા.૮-૧૦ થી બિનવારસી દિવંગતો, ઝુલતાપુલ દુર્ઘટનાના દિવંગતો સહિત સર્વપિતૃ મોક્ષાર્થે ૧૧ પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ
બાળવિદુષી પૂ.રત્નેશ્વરીદેવીજી (ગુરૂ ભાવેશ્વરી માતાજી-રામધન આશ્રમ) ના વ્યાસાસને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ અનેરૂ આયોજન
વિવિધ પ્રકારની માનવસેવા કરતા મોરબીના શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા આગામી તા.૮-૧૦ ને રવિવાર ભાદરવા વદ નોમથી તા.૧૪-૧૦ શનિવાર ભાદરવા વદ અમાસ દરમિયાન સર્વપિતૃ મોક્ષાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનુ શ્રી જલારામ પ્રાર્થના મંદિર-અયોધ્યાપુરી રોડ ખાતે અનેરૂ આયોજન કરવા મા આવેલ છે જેમા વ્યાસાસને બાળવિદુષી પૂ.રત્નેશ્વરી દેવીજી (ગુરૂ ભાવેશ્વરી માતાજી-રામધન આશ્રમ) બિરાજમાન થશે. શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની પોથીયાત્રા તા-૮-૧૦ રવિવારના રોજ શ્રી દરિયાલાલ મંદીર-બજાર લાઈન મોરબીથી સાંજે ૪ કલાકે પ્રસ્થાન થશે.પોથીયાત્રા શહેરના રાજમાર્ગો પર ફરી શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતે પવિત્ર પોથીજીની પધારમણી થશે તેમજ શ્રીમદ્ ભાગવત સપ્તાહનો મંગલ પ્રારંભ થશે.
શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા આયોજીત શ્રીમદ્ ભાગવત સપ્તાહ દરમિયાન આવતા વિવિધ ધાર્મિક પ્રસંગો તેમજ ઉત્સવો જેવા કે પરિક્ષીત રાજા નો જન્મ, શુકદેવજી મહારાજ નુ આગમન, વરાહ અવતાર, કપિલ અવતાર, નૃસિંહ અવતાર, વામન અવતાર, શ્રી રામ જન્મોત્સવ, શ્રી કૃષ્ણ જન્મોત્સવ, ગીરીરાજ ઉત્સવ, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર, પરિક્ષીત રાજા નો મોક્ષ સહીત ના પ્રસંગો ભક્તિભાવપૂર્વક ધામ-ધૂમ થી ઉજવવામા આવશે. શ્રીમદ્ ભાગવત સપ્તાહનુ રસપાન દરરોજ બપોરે ૩ થી ૭ કલાક દરમિયાન યોજાશે તેમજ દરરોજ કથા વિરામ થયા બાદ દરેક શ્રોતાઓ તેમજ ભાવિક ભક્તજનો માટે મહાપ્રસાદ સાંજે ૭ કલાકે યોજાશે.સર્વ પિતૃ મોક્ષાર્થે યોજાનાર શ્રીમદ્ ભાગવત સપ્તાહ ના યજમાન પદે મીનાબેન ચંદ્રકાંતભાઈ કક્કડ પરિવાર, નર્મદાબેન ઝવેરચંદભાઈ પોપટ પરિવાર, સ્વ.વાલજીભાઈ આણંદજીભાઈ ખાખરીયા પરિવાર, સ્વ.વિજયભાઈ રાજેન્દ્રભાઈ વિઠ્ઠલાણી પરિવાર, જશુબેન જેરામભાઈ જેઠવા પરિવાર, કુંવરબેન હરિભાઈ ચૌહાણ પરિવાર, મગનભાઈ ગીરઘરભાઈ જોબનપુત્રા પરિવાર, દીનેશચંદ્ર મણીલાલ પારેખ સહીતના પરિવારો બિરાજમાન થશે.
શહેરની દરેક ધર્મપ્રેમી જનતાને શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞની પોથીયાત્રામા પધારવા, શ્રીમદ્ ભાગવત સપ્તાહનુ રસપાન કરવા તેમજ મહાપ્રસાદ ગ્રહણ કરવા પધારવા શ્રી જલારામ મંદિર મહિલા મંડળ દ્વારા ભાવભર્યુ નિમંત્રણ પાઠવવા મા આવ્યુ છે.૧૧ પોથી શ્રીમદ્ ભાગવત સપ્તાહમાં ૧ પોથી બિનવારસી દિવંગતો માટે તેમજ ૧ પોથી મોરબી ઝુલતાપુલ દુર્ઘટનાના દિવંગતો માટે રાખવા માં આવેલ છે,ઝુલતાપુલ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર દિવંગતોના ફોટા તા.૭ સુધીમાં જલારામ મંદિર ખાતે પહોંચાડી દેવા સંસ્થાએ જણાવ્યુ છે.મૃત્યુ પામેલ દિવંગતોના આત્માના શાંતિ અર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહનુ હિન્દુ પૌરાણિક શાસ્ત્રોમા ઉલ્લેખ કરવામાં આવેલ છે. ઝુલતાપુલ દુર્ઘટનાના દિવંગતોના આત્માના શાંતિ અર્થે તેમના પરિવારજનોના હસ્તે જ દરરોજ પોથી પુજન કરાવવામાં આવશે તે માટે શ્રી જલારામ મંદિર-મોરબીના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી (મો. ૯૮૨૫૦ ૮૨૪૬૮) તથા અનિલભાઈ સોમૈયા (મો.૮૫૧૧૦ ૬૦૦૬૬) નો સંપર્ક કરવા યાદીમા જણાવ્યુ છે.