મોરબી : નવરાત્રી પર્વમાં લાગતા સેવા કેમ્પ અંગેની આવતી કાલે મીટીંગ યોજાશે
કચ્છના જુના કટારીયા નજીક રીક્ષાને અજાણી કારના ચાલકે હડફેટ લેતા ઇજા પામેલ યુવાન મોરબી ખસેડાયો
SHARE
કચ્છના જુના કટારીયા નજીક રીક્ષાને અજાણી કારના ચાલકે હડફેટ લેતા ઇજા પામેલ યુવાન મોરબી ખસેડાયો
કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકામાં આવેલા જુના કટારીયા ગામે રહેતા યુવાનને રીક્ષા તથા કાર વચ્ચે થયેલ અકસ્માતમાં ગંભીર ઇજાઓ થતા બેભાન હાલતમાં હાલ મોરબી ખસેડાયો હોવાનું જાણવા મળેલ છે.મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે કચ્છના ભચાઉ તાલુકાના જૂના કટારીયા ગામે રહેતા રામજીભાઈ વિભાભાઈ કોળી (ઉમર ૪૩) નામના યુવાનને જુના કટારીયા અને સામખયારી વચ્ચેના રસ્તે કોઈપણ અજાણી જગ્યાએ રિક્ષામાં જતા સમયે રિક્ષાને કાર સાથે થયેલ અથડામણના બનાવમાં માથા તથા ડાબા ખંભાના ભાગે ઇજાઓ થઇ હતી જેથી સામખીયાળીની માતૃ સ્પર્સ હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર લીધા બાદ વધુ સારવાર માટે હાલ મોરબીની આયુષ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે હાલ એ ડિવિઝન પોલીસ મથકે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયા દ્વારા આ બાબતે નોંધ કરીને બનાવ સંદર્ભે ભચાઉ પોલીસને જાણ કરવા તજવીજ શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.
મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના ડાયમંડનગર હીરાના કારખાના પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મનોજ પ્રાગજીભાઈ ધોરીયાણી નામના ૩૭ વર્ષીય રાજપર(કુંતાસી) ગામે રહેતા યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો.મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મનોજભાઇ પ્રાગજીભાઈ ધોરીયાણી નામનો યુવાન તેના પુત્ર કાર્તિક સાથે ખરીદી કરવા માટે ડાયમંડનગર હીરાના કારખાના પાસે આવ્યો હતો અને ત્યાં ઉભો હતો ત્યારે અજાણ્યા લોકોએ તેને માર માર્યો હતો.જેથી તેને સારવાર માટે ખસેડાયો હતો તાલુકા પોલીસ દ્વારા આ બાબતે વધુ તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.
ઝેરી અસર થતા સારવારમાં
મોરબી તાલુકાના ફડસર ગામે રહેતા સુરેશભાઈ નાનજીભાઈ વાઘેલા નામના ૨૫ વર્ષના યુવાનને સારવાર માટે અત્રે સિવિલે લાવવામાં આવ્યો હોવાનું મોરબી તાલુકા પોલીસે જણાવેલ છે.તાલુકા પોલીસ દ્વારા વધુમાં જણાવવામાં આવ્યા મુજબ સુરેશભાઈ વાઘેલા ખેતરમાં દવા છાંટી રહ્યા હતા ત્યારે ઝેરી દવાની અસર થવાથી તેઓને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.જે અંગે તાલુકા પોલીસ મથકના ફિરોજભાઈ સુમરા આગળની તપાસ ચલાવી રહ્યા છે. જ્યારે મોરબીના જેતપર રોડ ઉપર પાવળીયાળી ગામ નજીક આવેલ કેનાલ પાસે રહેતા વિશાલ હરેશભાઈ સોલંકી નામના ૧૮ વર્ષના યુવાનને જેતપર રોડ ઉપર થયેલ મારામારીના બનાવમાં ઇજાઓ થવાથી તેને પણ સિવિલ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો હાલ તે બાબતે તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર વધુ તપાસ ચલાવી રહ્યા છે.