કચ્છના જુના કટારીયા નજીક રીક્ષાને અજાણી કારના ચાલકે હડફેટ લેતા ઇજા પામેલ યુવાન મોરબી ખસેડાયો
નિતીમતા : મોરબીના માટેલ ગામે સરકારી શાળાના બે બાળકોને રસ્તા ઉપરથી મળેલા રૂપિયા ૯૦૦૦ આચાર્યને સુપ્રત કર્યા
SHARE
નિતીમતા : મોરબીના માટેલ ગામે સરકારી શાળાના બે બાળકોને રસ્તા ઉપરથી મળેલા રૂપિયા ૯૦૦૦ આચાર્યને સુપ્રત કર્યા
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવતા માટેલ ગામે માટેલ પે સેન્ટર શાળાના બે વિદ્યાર્થીઓ રોડ ઉપરથી જતા હતા ત્યારે તેઓને રોકડા રૂપિયા ૯૦૦૦ ની થપ્પી મળી હતી.જે રકમ તેઓએ લાલચમાં આવ્યા વગર શાળાના આચાર્યને સુપ્રત કરેલ છે.આ બાબતે વધુમાં મળતી માહિતી પ્રમાણે માટેલ પે સેન્ટર શાળાના વિદ્યાર્થી જીવણ જીતેશભાઈ વિરસોડીયા (ધોરણ ૬) અને બળદેવ રાજુભાઈ સેટાણીયા (ધોરણ ૬) બંને રિસેસમાં શાળાએથી ઘર તરફ જતા હતા ત્યારે રસ્તામાં તેઓને રોકડા રૂપિયા ૯૦૦૦ ની થપ્પી મળી હતી. જેથી લોભ લાલચમાં આવ્યા વગર નીતિમત્તા દાખવીને બંને બાળકોએ આ રકમ માટેલ પે સેન્ટર શાળાના આચાર્ય કિશોરભાઈ પારેલીયાને સુપ્રત કર્યા હતા. જો માટેલ વિસ્તારમાં આ મુજબની કોઈ રકમ કોઈની ગુમ થયેલ હોય તો ખાતરી આપીને મેળવી લેવા યાદીમાં જણાવેલ છે.બાળકોએ નાની ઉંમરમાં દાખવેલ પ્રમાણિકતા બદલ શાળાના આચાર્ય સહિતનાઓએ તેમની પ્રમાણિકતાને બીરદાવી હતી.