વાંકાનેરના શેખરડી ગામે વાડીએ પાકને પાણી પાવા ગયેલા વૃદ્ધને શોટ લાગતાં મોત નીપજયું
SHARE
વાંકાનેરના શેખરડી ગામે વાડીએ પાકને પાણી પાવા ગયેલા વૃદ્ધને શોટ લાગતાં મોત નીપજયું
વાંકાનેર તાલુકાના શેખરડી ગામે વાડીએ પાણી પાવા માટે થઈને ગયેલા વૃદ્ધ પાકને પાણી આપતા હતા ત્યારે વીજ શોક લાગ્યો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના શેખરડી ગામે રહેતા શામજીભાઈ ગગજીભાઈ વાટુકિયા (૬૫) નામના વૃદ્ધ પોતે પોતાની વાડીએ ખેતીના પાકને પાણી આપવા માટે થઈને ગયા હતા અને ત્યાં પાણી આપતા હતા ત્યારે કોઈ કારણોસર તેને વીજ શોક લાગતાં તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા હતા અને આ બનાવની વાંકાનેરની સરકારી હોસ્પિટલ મારફતે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ ડી.એ. જાડેજા ચલાવી રહ્યા છે