ટંકારાના સજનપર ગામેથી સગીરાનું સગી માસીએ જ કર્યું અપહરણ
SHARE
ટંકારાના સજનપર ગામેથી સગીરાનું સગી માસીએ જ કર્યું અપહરણ
ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા આધેડની સગીર વયની દીકરીનું તેની જ સાળી દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે જેથી કરીને સગીરાના પિતાએ ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડવા અને સગીરાને શોધવા માટે તજવીજ શરૂ કરેલ છે.
બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા અને માલ ઢોર ચરાવવાનો ધંધો કરતા કાળુભાઈ ઘેલાભાઈ ખાટરીયા જાતે ભરવાડ (૫૨)એ હાલમાં તેની સાળી સોનુબેન ધરમશીભાઈ સાકરીયા જાતે દેવીપુજક રહે. સુરત અમરોલી વાળાની સામે દીકરીના અપહરણની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેની દીકરી હેતલ (૧૦ વર્ષ, ૧૧ મહિના)નું તેના સાળી સોનુબેન ધરમશીભાઈ દ્વારા અપહરણ કરવામાં આવ્યું છે જેથી આધેડે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને સગીરાને શોધવા અને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે.