મોરબીમાં ફ્લેટ વેચવાનું કહીને લાખોની છેતરપિંડી કરવાના ગુનામાં પકડાયેલ આરોપી જેલ હવાલે માળીયા (મી)ના મોટીબરાર ગામે મોડેલ સ્કૂલમાં ગણતંત્ર પર્વ ઉજવાયો મોરબીમાં ઘરવિહોણા લોકો માટે યુ.સી.ડી. શાખા દ્વારા નાઈટ-ડ્રાઈવ યોજાઈ મોરબી જિલ્લામાં RBSK ડૉ. અમિત ઘેલાણી-ડૉ.શિતલ જાનીનું કરાયું સન્માન મોરબીમાં પડતર માંગણીઓને લઈને બેંકના કર્મચારીઓ દ્વારા સૂત્રોચ્ચાર-વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લાના વકીલોનું સ્નેહમિલન અને સન્માન સમારોહ યોજાશે એક શામ શહીદો કે નામ: કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા દ્વારા ભુજના સ્મૃતિવન ખાતે પ્રજાસતાક પર્વ ઉજવાયો મોરબી જીલ્લામાં જીવામૃત-પ્રાકૃતિક ખેતીના ટેબ્લો નિદર્શન દ્વારા ખેડૂતોને રાસાયણિક ખેતી છોડવા કરાયો અનુરોધ
Breaking news
Morbi Today

વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ મોરબી:  મોરબી જિલ્લાના પ્રભારી મંત્રીની બેઠક યોજાઇ


SHARE











વાઇબ્રન્ટ ગુજરાત-વાઇબ્રન્ટ મોરબીમોરબી જિલ્લાના પ્રભારી મંત્રીની બેઠક યોજાઇ

વાઇબ્રન્ટ ગુજરાત - વાઇબ્રન્ટ ડીસ્ટ્રીકકાર્યક્રમ અન્વયે સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં યોજાનાર વાઇબ્રન્ટ ગુજરાત - વાઇબ્રન્ટ મોરબીકાર્યક્રમ અન્વયે મોરબી જિલ્લા પ્રભારી મંત્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.

આ કાર્યક્રમ વધુને વધુ સફળ બને અને વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટઅન્વયે જિલ્લાની વિવિધ પ્રોડક્ટ આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચે તેમજ જિલ્લામાં વધુમાં વધુ એમ.ઓ.યુ. થાય મુજબની તૈયારીઓ કરવા સંબંધીત વિભાગોને જણાવ્યું હતું. ઉપરાંત મંત્રીએ આગોતરી તૈયારીઓની જાણકારી મેળવી આ કાર્યક્રમ સફળ બને તે માટે સુચારૂ આયોજન કરવા પણ જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, મોરબી જિલ્લામાં આગામી ૯ અને ૧૦ ઓક્ટોબર દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાત - વાઇબ્રન્ટ મોરબીકાર્યક્રમ યોજાનાર છે આ બેઠકમાં કલેકટર જી.ટી. પંડ્યા, ડીડીઓ ડી.ડી. જાડેજા, નિવાસી અધિક કલેકટર એન.કે. મુછાર, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, જિલ્લા પંચાયત પ્રમુખ હંસાબેન પારઘી, મોરબી-માળિયા ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા, વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણી  સહિતના હાજર રહ્યા હતા






Latest News