મોરબીમાં થોરાળા ઉમિયા સોશ્યલ ગૃપ દ્વારા સ્નેહમિલનનો કાર્યક્રમ યોજાયો
મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલમાં લોકસેવક સ્વ. ગોકળદાસ પરમાર સાંસ્કૃતિક હોલને લોકાર્પણ કરાયો
SHARE
મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલમાં લોકસેવક સ્વ. ગોકળદાસ પરમાર સાંસ્કૃતિક હોલને લોકાર્પણ કરાયો
મોરબીમાં દોશી એમ. એસ. અને ડાભી એન. આર. હાઈસ્કૂલના પટાંગણમાં નિર્માણ પામેલ સાંસ્કૃતિક હોલના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં ઉદ્ઘાટક તરીકે હાલના સાંસદ અને ભારત સરકારના પૂર્વ મંત્રી મોહનભાઈ કુંડારીયા તથા ગુજરાત સરકારના પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજા, આ કાર્યક્રમના પ્રમુખ સ્થાને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પશ્ચિમ ક્ષેત્રના વડા ડૉ. જયંતીભાઈ ભાડેસિઆ હાજર રહ્યા હતા તે ઉપરાંત કબીરધામ વાવડીના મહામંડલેશ્વર શિવરામદાસજી, મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા તથા સહકારી ક્ષેત્રના અગ્રણી મગનભાઈ વડાવિયા અને મોરબી એપીએમસીના ચેરમેન ભવાનભાઈ ભાગિયા, સામાજિક કાર્યકરો, આગેવાનો અને શાળા પરિવારના સૌ ટ્રસ્ટીઓ, શાળાના વિદ્યાર્થીઓ તથા તેમના વાલીઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
આ કાર્યક્રમની શરૂઆત શાળાના આદ્યસ્થાપક સ્વ. ગોકળદાસ પરમારની પ્રતિમાનું અનાવરણ કરી તેમને પુષ્પમાળા અર્પણ કરી હતી ત્યારબાદ દીપ પ્રાગટ્ય અને સાંસ્કૃતિક હોલનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું અને સંસ્થાના પ્રમુખ ડૉ. અનિલભાઈ મહેતાએ સૌ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું તેમજ સ્વ. ગોકળદાસ પરમાર સાથેના તેઓના કાર્યકાળના સંસ્મરણો વાગોળ્યા હતા આ કાર્યક્રમમાં આશીર્વચન આપતા કબીરધામ વાવડીના મહામંડલેશ્વર શિવરામદાસજીએ સ્વ. ગોકળદાસ પરમાર સાથેના પોતાના સંસ્મરણો વાગોળ્યા હતા જેમાં તેમની સત્ય-નિષ્ઠા જીવનમાં સાદાઈ અને શિસ્તની વાતો કહી હતી તો ડો. જયંતીભાઈ ભાડેસિઆએ સ્વ. ગોકળદાસ પરમારના વિચારોની સરખામણી જુદા જુદા નેતાઓ જેવાકે સરદાર પટેલ, અટલબિહારી વાજપેયીજીનાં વિચારો સાથે કરી હતી જેમાં તેમના ઉચ્ચ વિચારો, કાર્યમાં ચોકસાઈ, સાચા અર્થમાં લોકસેવા કેવી હોય...! જેવા ગુણોની વાતોથી બધાને પ્રેરિત કર્યાં હતા આ ઉપરાંત તેમણે સ્વ. ગોકળદાસ પરમાર સાથે વિતાવેલા સમયની યાદો રજૂ કરી. ત્યાં બેઠેલા બધાને સ્વ. ગોકળદાસ પરમાર પર લખાયેલ એક પુસ્તક "ગાંધી બાગનું પુષ્પ" વાંચવા માટે સૌને પ્રેરિત કર્યા હતા અંતમાં શાળાના આચાર્ય ભરતભાઈ ગોપાણીએ પધારેલા સૌ મહેમાનોનું આભાર વ્યક્ત કર્યો હતો