મોરબીની દોશી-ડાભી હાઈસ્કૂલમાં લોકસેવક સ્વ. ગોકળદાસ પરમાર સાંસ્કૃતિક હોલને લોકાર્પણ કરાયો
BoycottMaldives: મોરબી ટ્રાવેલ એજન્ટ એસો. દ્વારા માલદિવનું બુકિંગ બંધ, લક્ષદ્વિપ-અંદામન નિકોબાર માટે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ
SHARE
BoycottMaldives: મોરબી ટ્રાવેલ એજન્ટ એસો. દ્વારા માલદિવનું બુકિંગ બંધ, લક્ષદ્વિપ-અંદામન નિકોબાર માટે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ
થોડા દિવસો પહેલા માલદિવમાં સરકાર બદલાયેલ છે. આ નવી સરકાર ભારત વિરોધી ગતિ વિધિ કરતી જણાયેલ છે. ત્યાંની સરકારે જાહેર કર્યું હતું કે માલદિવમાં રહેલા ભારતીય સૈનિકોને હાંકી કાઢવામાં આવશે અને માલદિવના રાષ્ટ્રપ્રમુખે ભારત વિરોધી ગતિવિધિ કરતા દેશો સાથે મિત્રતા કેળવવાનું ચાલુ કર્યું છે જેથી ભારતને નુકસાન કરી શકાય છે
થોડા દિવસો પહેલા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી લક્ષદ્રિપની મુલાકાતે ગયા હતા અને ત્યાંના ફોટા સોશીયલ મીડિયામાં મુક્યા હતા. આ બાબત માલદિવના અમુક રાજનેતા અને સરકારના પદાધિકારીઓને ગમી ન હતી. જેથી ત્યાંના ૩ મંત્રીઓએ ભારત તેમજ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે ખરાબ ટિપ્પણી કરી હતી. એક મંત્રીએ તો સોશિયલ મીડિયામાં એક ફોટો મુકીને ભારત તેમજ ભારતના નાગરિકોની ખરાબ મજાક કરેલી છે. આવી રીતે ભારતને ખરાબ ચિતરવાની બાબતોનો મોરબી ટ્રાવેલ એજન્ટ એસો.ના દરેક સભ્યો વિરોધ કરે છે અને કાલથી સોશિઅલ મીડિયામાં #BoycottMaldives ખુબ જ ટ્રેન્ડ કરી રહ્યું છે. આ અભિયાનને આગળ વધારતા મોરબી ટ્રાવેલ એજન્ટ એસો.ના દરેક એજન્ટ તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે કે દરેક એજન્ટો માલદિવનું બુકિંગ નહિ કરે. આ ઉપરાંત લક્ષદ્વિપ અને અંદામન - નિકોબારના બુકિંગ પર સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ આપશે જેથી ભારતના બીચ ટુરિઝમને પ્રમોટ કરી શકાશે