મોરબીના જલારામ મંદિરે મકરસંક્રાંતિ નિમિતે રાહતદરે ઉંધિયુ-બાસુંદીનુ વિતરણ કરાશે
ટંકારામાં પતંગના સ્ટોરમાંથી ૪ ચાઇનીઝ ફીરકી સાથે વેપારીની ધરપકડ
SHARE
ટંકારામાં પતંગના સ્ટોરમાંથી ૪ ચાઇનીઝ ફીરકી સાથે વેપારીની ધરપકડ
ટંકારાની ખીજડીયા ચોકડી પાસે આવેલ ગાત્રાળ પાન નજીક પતંગના સ્ટોરમાં સ્થાનિક પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યું હતું ત્યારે ત્યારે ત્યાંથી પ્રતિબંધિત ચાઈનીઝ ફીરકીઓ મળી આવતા પોલીસે ચાર ફીરકી કબજે કરીને વેપારીની ધરપકડ કરી હતી અને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે
ચાઈનીઝ ફીરકી અને તુકકલના કારણે ઘણી વખત અકસ્માતના બનાવો બનતા હોય છે જેથી કરીને ચાઈનીઝ ફિરકી અને તુકકલના વેચાણ અને ઉપયોગ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવતો હોય છે જે અંગેનું જાહેરનામું જિલ્લા કલેક્ટર દ્વારા બહાર પાડવામાં આવ્યું હોય છે તેમ છતાં પણ કેટલાક વેપારીઓ દ્વારા ચાઈનીઝ ફીરકીનું વેચાણ કરવામાં આવતું હોય છે જેથી કરીને પોલીસ વિભાગના અધિકારી અને કર્મચારી દ્વારા જુદી જુદી જગ્યા ઉપર તપાસ કરવામાં આવતી હોય છે તેવી જ રીતે ટંકારાની ખીજડીયા ચોકડી પાસે આવેલ ગાત્રાળ પાન પાસે પતંગના સ્ટોરમાં પોલીસે ચેક કરવામાં આવ્યું હતું ત્યારે સ્થળ ઉપરથી પ્રતિબંધિત ચાઈનીઝ ફીરકી નંગ ચાર મળી આવતા પોલીસે ૨૦૦૦ રૂપિયાની કિંમતની ફીરકીઓ કબજે કરી હતી અને વેપારી જુબેરભાઈ આદમભાઈ લધડ જાતે ખલીફા (૨૪) રહે. કલ્યાણ પર રોડ સો-વારીયા ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાહેરનામાના ભંગ સબબનો ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
છ બોટલ દારૂ
વાંકાનેરના મિલ પ્લોટ ચોક પાસેથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની છ બોટલો મળી આવી હતી જેથી પોલીસે ૩૧૨૦ ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી સાહિલભાઈ હુસેનભાઇ પીપરવાડીયા જાતે પીંજારા (૨૦) રહે. જીનપરા શેરી નં-૧૩ વાંકાનેર વાળાની ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે