મોરબીના જલારામ મંદિરે મકરસંક્રાંતિ નિમિતે રાહતદરે ઉંધિયુ-બાસુંદીનુ વિતરણ કરાશે
SHARE
મોરબીના જલારામ મંદિરે મકરસંક્રાંતિ નિમિતે રાહતદરે ઉંધિયુ-બાસુંદીનુ વિતરણ કરાશે
પ્રતિવર્ષ ની જેમ પ્રવર્તમાન વર્ષે પણ મોરબી જલારામ પ્રાર્થના મંદિર દ્વારા સર્વજ્ઞાતિય રાહતદરે ટેસ્ટફુલ ચટેકાદેર શુધ્ધ તેલમાંથી બનેલ ઉંધિયા વિતરણનુ આયોજન કરવામા આવેલ છે. મોરબી જલારામ મંદિરના અડદીયા, બદામપાક, ગુંદરપાક બનાવનાર આનંદ કેટરર્સ વાળા પ્રવિણભાઈ રસોયા દ્વારા ઉંધિયુ બનાવવામાં આવશે તેમજ ડ્રાઈફ્રુટથી ભરપુર અંગુર બાસુંદીનુ વિતરણ કરવામાં આવશે.
જલારામ મંદિરેથી લોકોને ઉંધિયુ પ્રતિકીલો ૧૮૦ રૂપિયાના ભાવે તેમજ બાસુંદી પ્રતિકીલો ૩૦૦ રૂપિયાના ભાવે મળશે આ ઉંધિયુ તેમજ બાસુંદી વિતરણ તા.૧૪-૧-૨૦૨૪ રવિવારે મકરસંક્રાંતિ ના રોજ સવારે ૯ કલાકથી શહેરના અયોધ્યાપુરી રોડ સ્થિત શ્રી જલારામ પ્રાર્થના મંદિર ખાતેથી થશે. આ બંને વસ્તુ લેવા માટે એડવાન્સ બુકિંગ જલારામ પ્રાર્થના મંદિરનો સંપર્ક કરવા સંસ્થાના અગ્રણી ભાવીનભાઈ ઘેલાણી તથા ચિરાગભાઈ રાચ્છે યાદીમા જણાવ્યુ છે. અને મર્યાદીત જથ્થામાં જ ઉંધિયુ તેમજ અંગુર બાસુંદીનું વિતરણ કરવાનું હોય વહેલી તકે બુકીંગ કરાવવુ આવશ્યક છે.