મોરબીના પંચાસર ગામે સીમ વિસ્તારના કાચા રસ્તા ઉપરથી બાઇક લઈને પસાર થઇ રહેલા યુવાને તેના બાઇકના સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો જેથી કરીને ખેતરની ફરતે તાર ફેન્સીંગની વાળ બનાવવા માટે થઈને ઊભા કરવામાં આવેલ સિમેન્ટના થાંભલા સાથે તેનું માથું અથડાયું હતું અને તે યુવાને ગંભીર ઇજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવની મૃતકના પરિવારજનો દ્વારા મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવી જાણવા મળતી માહિતી મુજબ મૂળ એમપીના ધાર જિલ્લાના સલવા ગામના રહેવાસી અને હાલમાં મોરબી તાલુકાના પંચાસર ગામની સીમમાં મહાવીરસિંહ દિલુભા ઝાલાની વાડીએ રહેતા અને મજૂરી કામ કરતા વિજયભાઈ નારણભાઈ કટારા જાતે આદિવાસી ભીલ (૧૮) નામનો યુવાન બાઈક નંબર જીજે ૩ ઈડી ૯૩૫૩ લઈને વાડીના રફ રસ્તે પસાર થઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં ખાડા આવતા બાઈકના સ્ટેરીંગ ઉપરથી તેણે કાબુ ગુમાવ્યો હતો અને ત્યાં ખેતર ફરતે તાર ફેન્સીંગ બાંધવા માટે ઊભા કરવામાં આવેલ સિમેન્ટના થાંભલા સાથે તેનું માથું અથડાયું હતું જેથી કરીને યુવાને માથામાં ગંભીર ઇજા થઈ હોવાથી વિજયભાઈ કટારાનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હરેશભાઈ રામાભાઇ સિંગાર જાતે આદિવાસી ભીલ (૨૨) રહે. હાલ મહાવીરસિંહ દિલુભા ઝાલાની વાડીએ પંચાસર ગામની સીમ મૂળ રહે એમપી વાળાએ મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે