મોરબીના ઘૂટું નજીક કારખાનાના ગેઇટ સામે કોઈ કારણોસર અજાણ્યા યુવાનનું મોત
09-01-2024 10:50 AM
SHARE
JOIN OUR GROUP
મોરબીના ઘૂટું નજીક કારખાનાના ગેઇટ સામે કોઈ કારણોસર અજાણ્યા યુવાનનું મોત
મોરબીના ઘૂટું ગામની સીમ વિસ્તારમાં આવેલ રોલેક્સ સિરામિક નામના કારખાનાના ગેઇટ પાસેથી કોઈ કારણોસર મૃત્યુ પામેલ હાલતમાં અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો જેથી કરીને તેના મૃતદેહને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી આ બનાવ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ઘૂટું ગામની સીમમાં આવેલ રોલેક્ષ સીરામીક કારખાના પાસે કોઈ અજાણ્યા ૨૫ વર્ષના યુવાનનો મૃતદેહ પડ્યો હતો જેથી કરીને નિકુંજભાઈ દુર્લભજીભાઈ ફેફર તેના મૃતદેહ લઈને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે અજાણ્યા યુવાનને જોઇ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવ અંગેની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરજ બજાવતા જે.પી. વસિયાણી ચલાવી રહ્યા છે