ટંકારા નજીક જીનીગ મિલમાં છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત
મોરબીના બરવાળા ગામે મંદિરના પટાંગણમાં યુવાને અણધાર્યું પગલું ભર્યું
SHARE
મોરબીના બરવાળા ગામે મંદિરના પટાંગણમાં યુવાને અણધાર્યું પગલું ભર્યું
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ બરવાળા ગામ પાસે નીલકંઠ મહાદેવ મંદિરના પટાંગણમાં ઝાડ સાથે દોરડું બાંધીને યુવાને ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની રાબેતા મુજબ નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવી જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બરવાળા ગામે રહેતા નરેશભાઈ જીનાભાઈ ખાંભલા (૨૨) નામના યુવાને બરવાળા ગામે આવેલ નીલકંઠ મહાદેવ મંદિરના પટાંગણમાં ઝાડ સાથે દોરડું બાંધીને તેના વડે ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને હીરાભાઈ કરમણભાઈ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને ડોક્ટરે જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને હોસ્પિટલ મારફતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના ફિરોજભાઈ સુમરા દ્વારા કરવામાં આવેલ છે વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ મૃતક યુવાન ઓનલાઈન ગેમ રમતો હતો જોકે તેણે અંતિમ પગલું ભરતા પહેલા પોતાના મોબાઈલ ફોનની અંદર જ “કોઈનો વાંક નથી હું મારી જાતે આ પગલું ભરું છું” તે પ્રકારનો મેસેજ મૂક્યો હોવાનું જાણવા મળી ગયું છે
ફિનાઇલ પી ગયો
મોરબી નજીકના મહેન્દ્રનગર ગામે રહેતા કિશન મુકેશભાઈ તલગામડીયા (૨૬) નામના યુવાને પોતાના ઘરે હતો ત્યારે પોતાની જાતે ફિનાઇલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ છે