મોરબી જીલ્લામાં મતદાન મતદાન મથકમાં બિનઅધિકૃત વ્યક્તિઓની પ્રવેશબંધી
મોરબી જિલ્લામાં મતદાન-મતગણતરીના દિવસને ડ્રાય ડે જાહેર કરાયા
SHARE







મોરબી જિલ્લામાં મતદાન-મતગણતરીના દિવસને ડ્રાય ડે જાહેર કરાયા
મોરબી જિલ્લામાં તા.૭ ના રોજ લોક સભાની ચૂંટણી અન્વયે મતદાન થનાર છે. આ ચૂંટણીમાં મતદારો નિર્ભયપણે પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી શકે તથા ઉમેદવારો કે રાજકીય પક્ષો તરફથી મતદારોને પ્રલોભનરૂપે દારૂ તેમજ નશાયુકત પદાર્થ આપવામાં આવે નહી અને ચૂંટણીનું કામ નિષ્પક્ષ રીતે પાર પડે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા મતદાન પુરૂ થવા માટે નિયત થયેલ સમય સાથે પુરા ૪૮ કલાકના સમયગાળા પહેલા અને મતગણતરીના દિવસ એટલે કે તા.૪/૬/૨૦૨૪ના દિવસને “ડ્રાય ડે” તરીકે જાહેર કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા અનુસાર મોરબી જિલ્લામાં સમાવિષ્ટ તમામ મતદાર વિભાગોમાં આવેલ કલબ, સ્ટાર હોટલ, રેસ્ટોરન્ટ અને હોટલ જેઓને દારૂ રાખવાનું અને પુરો પાડવાનું લાયસન્સ આપવામાં આવેલ હોય, વ્યકિતગત દારૂનો ઉપયોગ કે સંગ્રહ કરવા પરમીટ ધરાવતા વ્યકિતઓને તા.૭/૫/૨૦૨૪ના રોજ મતદાન પુરૂ થવા માટે નિયત થયેલ સમયથી ૪૮ કલાક પહેલાના સમયગાળા એટલે કે તા.૫ ના સાંજના ૬.૦૦ કલાક થી તા.૭ ના સાંજના ૬.૦૦ સુધી અને મત ગણતરીના દિવસે એટલે કે તા.૪/૬/૨૦૨૪ના દિવસે દારૂ વેચાણ કરવા અને પીરસવા પર પ્રતિબંધ ફરમાવી અને આ સમયગાળાને “ડ્રાય ડે” તરીકે જાહેર કરવા કરવામાં આવે છે. આ હુકમનું ઉલ્લંઘન કરનાર વ્યકિત ગુજરાત પ્રોહિબીશન એક્ટ-૧૯૪૯ અને ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબ શિક્ષાત્મક કાર્યવાહીને પાત્ર ઠરશે.
