મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં મતદાન મતદાન મથકમાં બિનઅધિકૃત વ્યક્તિઓની પ્રવેશબંધી


SHARE







મોરબી જીલ્લામાં મતદાન મતદાન મથકમાં બિનઅધિકૃત વ્યક્તિઓની પ્રવેશબંધી

મોરબી જિલ્લામાં આગામી તા.૭ ના રોજ યોજાનાર મતદાન સંપૂર્ણ શાંતીપૂર્ણ વાતાવરણમાં યોજાય, મતદાન મથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે, મુક્ત અને ન્યાયી વાતાવરણમાં મતદાન થઈ શકે તે માટે મતદાન મથકમાં બિનઅધિકૃત વ્યક્તિઓનો પ્રવેશ અટકાવવા જિલ્લા મેજિસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા પ્રતિબંધાત્મક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

જાહેરનામા અનુસાર મતદાન મથકમાં મતદાન અધિકારીઓ, હરીફ ઉમેદવાર તેનો ચૂંટણી એજન્ટ અને દરેક ઉમેદવારના એકી વખતે એક મતદાર એજન્ટ કે જેઓ સક્ષમ અધિકારીએ આપેલ ઓળખપત્ર ધરાવતા હોવા જોઈએ, ચૂંટણી પંચે અધિકૃત કરેલ વ્યકિતઓ કે જેઓ સક્ષમ અધિકારીએ ઈસ્યુ કરેલ પ્રવેશ પાસ ધરાવતા હોય, ચૂંટણી ફરજ પરના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ, ચૂંટણી પંચે નિયુક્ત કરેલ નિરિક્ષકો, માઈક્રો ઓબ્ઝવર્સ, વીડીયોગ્રાફર્સ, ફોટોગ્રાફર્સ, અગત્યના સંવેદનશીલ મતદાન મથકોની બાબતમાં વેબકાસ્ટીંગ માટેનો કર્મચારી વર્ગ (મતદાનની ગુપ્તતાનો ભંગ ન થાય તે રીતે વીડીયોગ્રાફી કરવાની રહેશે.), સબંધિત મતદાન મથકે નોંધાયેલ મતદાર ચૂંટણી પંચે ઠરાવેલ ઓળખના પુરાવા સાથે માત્ર મતદાનના હેતુ માટે દાખલ થઈ શકશે. મતદારે તેડયું હોય તે બાળક, કોઈની મદદ વગર હરી ફરી શકે તેમ ન હોય તેવા અંધ કે અશક્ત મતદારની સાથે આવતી વ્યકિત, મતદારોને ઓળખી બતાવવા કે મતદાનના કાર્યમાં તેમને બીજી કોઈ રીતે મદદ કરવા માટે પ્રમુખ મતદાન અધિકારીએ નિયુક્ત કરેલ વ્યકિત કોઈ હોય તો તે વ્યક્તિઓ સિવાયના કોઈ પણ વ્યક્તિના પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. આ હુકમ તા.૦૭/૦૫/૨૦૨૪ ના દિવસ માટે અમલમાં રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર ભારતીય ફોજદારી અધિનિયમની કલમ-૧૮૮ મુજબની શિક્ષાને પાત્ર થશે.






Latest News