મોરબીમાં રૂપિયા માટે યુવાનની હત્યા કરનાર આરોપીને આજીવન કેદની સજા: બે લાખનો દંડ
મોરબીમાં એસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓની હાજરીમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું
SHARE
મોરબીમાં એસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓની હાજરીમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું
લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ ને ધ્યાને રાખીને શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી યોજાઇ તેના માટે પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત રાખવામા આવેલ છે તેવામાં શનિવારે સાંજે એસપી રાહુલ ત્રિપાઠીની હાજરીમાં પોલીસ અને C.A.P.F. ના જવાનો સાથે મોરબી સિટી વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજે મોરબીમાં સર્કિટ હાઉસથી વિદ્યુતનગર, રામકૃષ્ણનગર ચોક, રામકૃષ્ણનગર પ્રાથમિક શાળા, વિવેકાનંદ પ્રાથમિક શાળા, કુળદેવી પાન થઇ મહારાણા પ્રતાપ સર્કલ ત્યાર બાદ મયુરપુલથી દરબારગઢ, સોની બજાર, નગરદરવાજા, જૂના બસ સ્ટેન્ડ, લાતી પ્લોટ, શનાળા રોડ, હાઉસિંગ બોર્ડ સુધી આ ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું જેમાં ડીવાયએસપી સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા