મોરબીમાં એસપી, ડીવાયએસપી સહિતના અધિકારીઓની હાજરીમાં ફૂટ પેટ્રોલિંગ યોજાયું
મોરબી જિલ્લાની પ્રાથમિક શાળામાં શિક્ષણનું સ્તર સુધારવા માટે અથાગ પ્રયત્નો
SHARE
મોરબી જિલ્લાની પ્રાથમિક શાળામાં શિક્ષણનું સ્તર સુધારવા માટે અથાગ પ્રયત્નો
મોરબી જિલ્લા શિક્ષણ શાખા દ્વારા ફેબ્રુઆરી – ૨૦૨૪ બાદ જે આયોજન અને અમલવારી કરવામાં આવેલ છે. તેમાં જિલ્લાના પાંચેય તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ સાથે બેઠક યોજી મોરબી જિલ્લાની પ્રાથમિક શિક્ષણની ગુણવતા સુધારવા પ્રયત્નો કરેલ છે., ધો. ૬ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે સ્પેલિંગ સ્પર્ધા રાખવામાં આવેલ છે., વાર્ષિક પરીક્ષા પૂર્ણ થયેથી ઉનાળુ વેકેશન શરૂ થાય ત્યાં સુધીમા જિલ્લાની તમામ પ્રાથમિક શાળાઓના બાળકો માટે જુદી જુદી પ્રવૃતિઓ અને સ્પર્ધા માટે ગ્રીષ્મ કલા ઉત્સવ-૨૦૨૪ નું આયોજન કરવામાં આવેલ છે., ધોરણ-૮ પાસ થયેલા વિદ્યાર્થીઓ માંથી સ્વૈચ્છિક કુલ-૪૦ વિદ્યાર્થીઓ માટે એલ.ઈ.કોલેજ મોરબી ખાતે વેકેશન દરમિયાન ૧૦ દિવસનો કારકીર્દી માર્ગદર્શન કેમ્પ રાખવામાં આવેલ છે., સી.એમ. ડેશબોર્ડમાં મોરબી જિલ્લા શિક્ષણ વિભાગનો ક્રમ પાંચમાં નંબર પર હોય જે પ્રથમ નંબરનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવામાં સફળતા મળેલી છે, કુલ ૫૦૬ જેટલી પ્રાથમિક શાળાઓમાં કુલ ૩૮૪૯ જેટલા આંબાના વૃક્ષો વાવવાનું આયોજન કરી હરીયાળી શાળા બનાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવેલ છે. અને મોરબી જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક તેમજ નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને કર્મચારીઓ દ્વારા સ્વૈછિક રીતે ફાળો એકત્ર કરી તેમાંથી મોરબી જિલ્લા શિક્ષણ સમિતિ હસ્તકની કુલ-૫૮૪ જેટલી તમામ પ્રાથમિક શાળાના ધો. ૫ અને ધો. ૮ ના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા લેવામાં આવતી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી માટે શાળાદિઠ NMMS પરીક્ષા અને જવાહર નવોદય પરીક્ષાની એક-એક બુક આપવામાં આવેલ છે.