મોરબી દોડ્યું વોટ માટે; કલેક્ટર સહિતના અધિકારીઓ-કર્મચારીઓએ ઉત્સાહભેર જોડાયા
મોરબીના રફાળેશ્વર ગામે પતિ-સાસુએ ઝેરી દવા પીવડાવી દેતા પરણીતા સારવારમાં
SHARE








મોરબીના રફાળેશ્વર ગામે પતિ-સાસુએ ઝેરી દવા પીવડાવી દેતા પરણીતા સારવારમાં
મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે પરણીતાને તેના પતિ અને સાસુએ ઝેરી દવા પીવડાવતા પરણીતાને ૧૦૮ મારફતે સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ કરી રહ્યા છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી નજીકના વાવડી ગામે રહેતા મનિષાબેન સનીભાઈ કાનાણી (૨૪) નામની મહિલા મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ રફાળેશ્વર ગામ ખાતે સાસરીમાં હતી ત્યારે ત્યાં તેને તેના પતિ અને સાસુએ ઝેરી દવા પીવડાવતા મહિલાને તાત્કાલિક ૧૦૮ મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ ડી.ડી. જોગેલાને સોપવામાં આવેલ છે વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ ભોગ બનનાર પરણીતાનો લગ્ન ગાળો છ મહિનાનો છે જેથી આ બનાવ કયા કારણોસર બન્યો છે તે દિશામાં હવે પોલીસ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે
મારા મારીમાં ઇજા
મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઇન્દિરાનગર વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં પ્રશાંતભાઈ પ્રવીણભાઈ પરમાર (૨૦) અને ઉજાલાબેન પ્રવીણભાઈ પરમાર (૨૭)ને ઇજાઓ થઇ હતી જેથી તે બંનેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ પ્રફુલભાઈ પરમાર દ્વારા કરવામાં આવેલ છે
અકસ્માતમાં ઇજા
મોરબીમાં કુબેર સિનેમા પાછળના વિસ્તારમાં રહેતા મયુર મૂળજીભાઈ સનુરા નામનો યુવાન બાઇક લઈને કુબેર સિનેમા નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણસર તે બાઈકમાંથી નીચે પડી જતા તેને ઇજાઓ થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ હિતેશભાઈ મકવાણા દ્વારા કરવામાં આવેલ છ
