મોરબી જિલ્લાની પ્રાથમિક શાળામાં શિક્ષણનું સ્તર સુધારવા માટે અથાગ પ્રયત્નો
મોરબી દોડ્યું વોટ માટે; કલેક્ટર સહિતના અધિકારીઓ-કર્મચારીઓએ ઉત્સાહભેર જોડાયા
SHARE








મોરબી દોડ્યું વોટ માટે; કલેક્ટર સહિતના અધિકારીઓ-કર્મચારીઓએ ઉત્સાહભેર જોડાયા
લોકસભાની ચૂંટણી અન્વયે યોજાનાર મતદાનને હવે ગણતરીનો સમય જ બાકી છે ત્યારે મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા મતદાન માટે લોકોને જાગૃત કરવા માટે અવનવા કાર્યક્રમો અને આયોજનો હાથ ધરવામાં આવી રહ્યા છે જે અન્વયે Run for vote નું આયોજન કરવામાં આવ્યું હતું. અને વહેલી સવારે યોજાયેલી આ Run for vote અન્વયેની દોડમાં મોરબીના નગરજનો ઉત્સાહભેર સહભાગી બન્યા હતા. જેમાં જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી સહિત જિલ્લા વહીવટી તંત્રના અધિકારી અને કર્મચારીઓ પણ જોડાયા હતા. વોટ માટે દોટ મૂકી સૌ અવશ્ય મતદાન કરવા સંકલ્પબદ્ધ બન્યા હતા તેમજ અન્ય લોકોને પણ જાગૃત કર્યા હતા. અને કલેક્ટર કે.બી. ઝવેરીએ ૭ મી મેના રોજ મોરબી, ટંકારા અને વાંકાનેર સહિત સમગ્ર મોરબી જિલ્લાના ૧૮ વર્ષ ઉપરના તમામ નાગરિકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી મતદાનની આ પવિત્ર ફરજ અવશ્ય અદા કરે તેવી અપીલ કરી હતી મોરબીના ઉમિયા સર્કલથી શરૂ કરી રવાપર ચોકડી સુધી ૧૫૦૦ મીટર જેટલા અંતરમાં મતદાન જાગૃતિ અર્થે Run for vote અન્વયે દોડનું આયોજન કરવામાં આવ્યું હતું.
