મોરબીમાં ભક્તિનગર સર્કલ પાસે રહેતી મહિલાએ ફિનાઈલ પી લેતા સારવારમાં
મોરબી નજીક ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ વ્યક્તિ સારવારમાં
SHARE
મોરબી નજીક ટ્રક ચાલકે બાઇકને હડફેટે લેતા અકસ્માત: ઇજા પામેલ વ્યક્તિ સારવારમાં
મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ હોટલ સામે રસ્તા ઉપરથી બાઇક લઈને પસાર થઈ રહેલા વ્યક્તિના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લીધું હતું જેથી કરીને અકસ્માત થયો હતો અને અકસ્માતના બનાવમાં તેને ઈજા થઈ હોવાથી તે વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં આવેલ ઘાંચીવાડના રહેવાસી અને હાલમાં મોરબીના ત્રાજપર વિસ્તારમાં મધુવન સોસાયટી ખાતે રહેતા જીશાંતભાઈ એમ. કલાડિયા નામના વ્યક્તિ બાઈક લઈને મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ રિજન્ટા હોટલ સામે રસ્તા ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના બાઇકને ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો અને જીશાંતભાઈને ઇજાઓ થઇ હોવાથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
મહિલા સારવારમાં
મોરબી તાલુકાના જોધપર નદી ગામે રહેતા છાયાબેન સવજીભાઈ દેલવાડીયા (૨૫) નામના મહિલાને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક કપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા દ્વારા કરવામાં આવેલ છે
મારામારીમાં ઇજા
મોરબીના ઊંચી માટેલ ગામ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મોહમ્મદ ખલીલ (૪૮) રહે. અલાદિન હિમ્મતા રૂપારેલ શ્યામગઢ અજમેર વાળાને ઇજાઓ થઈ હતી જેથી કરીને ઇજા પામેલ હાલતમાં તે યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી









