મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

વાંકાનેરના વીરપર ગામે પ્લોટમાં બાંધકામ બાબતે પિતા-પુત્ર ઉપર ચાર શખ્સોનો ધોકા વડે હુમલો, જાનથી મારી નાખવાની ધમકી


SHARE

















વાંકાનેરના વીરપર ગામે પ્લોટમાં બાંધકામ બાબતે પિતા-પુત્ર ઉપર ચાર શખ્સોનો ધોકા વડે હુમલો, જાનથી મારી નાખવાની ધમકી

વાંકાનેર તાલુકાના વીરપર ગામે રહેતા આધેડના કબજા ભોગવટા વાળા પ્લોટ ઉપર બાંધકામ કરનારા શખ્સને બાંધકામ કરવાની ના પાડી હતી જે બાબતે આધેડ સાથે બોલાચાલી કરી હતી અને ત્યાર બાદ તેનું મનદુઃખ રાખીને આધેડ તથા તેના દીકરા સહિતનાઓને ધોકા વડે અને ઢીકાપાટુનો માર માર્યો હતો તેમજ પ્લોટ બાબતે વાતચીત કરશો તો જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી જેથી કરીને આધેડ દ્વારા વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવવામાં આવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના વીરપર ગામે રહેતા દેવશીભાઈ શામજીભાઈ કુકવાવા જાતે કોળી (૫૫) નામના આધેડે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બેચરભાઈ અજુભાઈ દેકાવાડીયા, ઘનશ્યામભાઈ અજુભાઈ દેકાવાડીયા, મહિપતભાઈ ચતુરભાઈ દેકાવાડીયા અને રણજીતભાઈ ચતુરભાઈ દેકાવડીયા રહે. બધા વીરપર વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના કબજા ભોગવટા વાળા પ્લોટમાં આરોપી બેચરભાઈએ બાંધકામ કરતા ફરિયાદીએ તેને બાંધકામ કરવાની ના પાડી હતી જે બાબતે બોલાચાલી થઈ હતી તે બાબતનું મન દુઃખ રાખીને આરોપીઓ ભેગા થઈને ફરિયાદીના ઘરે ઝઘડો કરવા માટે આવ્યા હતા અને ત્યારે ફરિયાદી તેમજ તેના દીકરા રવિ દેવશીભાઈને માથા, જમણા કાન ઉપર ધોકા વડે માર મારીને ઇજા કરી હતી તેમજ ફરિયાદી અને સાહેદને ઢીકાપાટુનો માર મારી ગાળો આપી હતી અને આરોપી બેચરભાઈ તથા ઘનશ્યામભાઈએ ફરિયાદીને ધોકા વડે માર મારીને ઇજા કરી હતી તેમજ ડાબા હાથની કોણીમાં અને ડાબા ખભામાં માર માર્યો હતો આ ઉપરાંત નીતાબેનને પણ ડાબા હાથની કોણીમાં લાકડાનો ધોકો મારીને તેને ઈજા કરી હતી અને હવે પછી પ્લોટ બાબતે વાતચીત કરશો તો જાનથી મારી રાખશું તેવી ધમકી આપી હતી જેથી ભોગ બનેલ દેવશીભાઈએ સારવાર લીધા બાદ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરેલ છે

માર માર્યો

મોરબી તાલુકાના રફાળેશ્વર ગામે રહેતા મનસુખભાઈ કરસનભાઈ સોલંકી (૨૬) નામના યુવાનને તેના ઘરે મારામારીમાં ઘરના સભ્યો દ્વારા માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા યુવાનને સારવાર માટે ૧૦૮ મારફતે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની પ્રાથમિક તપાસ સુરેશભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી




Latest News