વાંકાનેર: પત્ની સાથે બોલચાલી બાદ યુવાને ન કરવાનું કરી નાખ્યું
SHARE







વાંકાનેર: પત્ની સાથે બોલચાલી બાદ યુવાને ન કરવાનું કરી નાખ્યું
વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનને તેની પત્ની સાથે બોલાચાલી થયેલ હતી ત્યાર બાદ તે યુવાને ઓરડીમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના બોડીને સરકારી હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સુજોરા સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા ને મજૂરી કામ કરતા મૂળ એમપીના જાંબુવાના રહેવાસી ભીમાભાઇ નાથુભાઈ ચૌહાણ નામના યુવાને પોતાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ લીધો હતો જેથી કરીને તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની મુલેશભાઈ ભગવાનભાઈ કાણેટીયા રહે. મોરબી વાળાએ વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવ અંગેની આગળની વધુ તપાસ જે.જી. ઝાલા ચલાવી રહ્યા હોય તેઓની સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે પતિ પત્ની વચ્ચે કોઈ કારણોસર બોલાચાલી અને અણબનાવ થયો હતો જે બાબતે લાગી આવતા યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે આ અંગેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે
ઝેરી દવા પીધી
મોરબી નજીકના વાવડી ગામે રહેતા વિવેક કાંતિભાઈ અઘારા (૨૯) નામના યુવાને કોઈ કારણોસર પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ સુરેશભાઈ પટેલ ચલાવી રહ્યા છે

