મોરબી અને દેવભૂમિ દ્વારકાના લૂંટના ગુનામાં ૨૬ વર્ષથી નાસતો ફરતો આરોપી જામનગરમાંથી પકડાયો
મોરબીના લાલબાગમા કરાયેલા છાપરા સહિતના દબાણો હટાવતું તંત્ર
SHARE









મોરબીના લાલબાગમા કરાયેલા છાપરા સહિતના દબાણો હટાવતું તંત્ર
મોરબીના લાલબાગમાં તાલુકા સેવાસદનની સામેના ભાગમાં છેલ્લા ઘણા સમયથી છાપરા અને ટેબલ ખુરશી રાખીને દબાણ કરીને નોટરીઓ બેઠા હતા અને આજે કલેકટરના આદેશથી માર્ગ અને મકાન વિભાગ તેમજ મામલતદાર શહેર આ દબાણ ઉપર સરકારી બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લલબાગમાં જે જગ્યાએ હાલમાં દબાણ હટાવવા માટેની કામગીરી કરવામાં આવી છે ત્યાં પહેલા પણ દબાણ હટાવવામાં આવ્યું હતું જો કે, ત્યાર ફરી પાછા દબાણો થઈ ગયા હતા જેથી કરીને કલેકટરે આદેશ કરતાં માર્ગ અને મકાન વિભાગના અધિકારી મોરબી તાલુકા સેવા સદનની સામેના ભાગમાં ૭ થી ૮ જેઠલા છાપરા હતા તેને તોડી પાણીને દબાણ દૂર કરવા માટેની કામગીરી કરી હતી અત્રે ઉલેખનીય છે કે તાલુકા સેવાસદનમાં મોરબી પ્રાંત ઓફીસ, હળવદ પ્રાંત ઓફીસ, મોરબી મામલતદાર ગ્રામ્ય, સિંચાઇ વિભાગ સહિતની ઘણી કચેરીઓ અને જિલ્લા કોર્ટ સહિતની કોર્ટ પણ આવેલ છે જેથી ત્યાં કાયમી ટ્રાફિક રહેતો હોય છે અને નોટરીઓ ત્યાં દબાણ કરીને બેઠા હોવાથી તે કલેકટરના ધ્યાને આવતા તેના આદેશથી આ દબાનોને દૂર કરવામાં આવેલ છે
