મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ મોરબી નજીક માજી સરપંચના પતિ પાસેથી ૧૦ લાખની ઉઘરીણી કરવા માટે માર મારનારા બે સામે ફરીયાદ મોરબીની પાંજરાપોળમાં બે મહિના સુધી પશુ ન લાવવા ધારાસભ્યની લોકોને અપીલ મોરબીમાં માલધારીઓના માલઢોર પકડવાનું મનપા બંધ કરે, વાડાઓ કાયદેસર કરી આપો: કલેક્ટરને કરી રજૂઆત એક રાષ્ટ્ર,એક ચૂંટણી: વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી દ્વારા પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું ઈન્ડીયન લાયન્સ કલબ મોરબી દ્રારા યોજાયેલ કેમ્પનો ૨૦૧ દર્દીએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં આવતી નર્મદની કેનાલમાં કરાયેલ રિપેરિંગ કામનું ધારાસભ્યો કરશે ચેકિંગ: સોમવારે પાણી છોડવા સરકારમાં કરાશે રજૂઆત


SHARE

















મોરબી જીલ્લામાં આવતી નર્મદની કેનાલમાં કરાયેલ રિપેરિંગ કામનું ધારાસભ્યો કરશે ચેકિંગ: સોમવારે પાણી છોડવા સરકારમાં કરાશે રજૂઆત

મોરબી જીલ્લામાં નર્મદની ત્રણ કેનાલ આવે છે જે અહીના ખેડૂતો માટે આશીર્વાદ સમાન છે અને આ નર્મદા કેનાલનું પાણી ઢાંકીથી મોરબી જિલ્લા સુધી આવે છે તે કેનાલ ઘણી જગ્યાએ તૂટી ગયેલ છે જેથી કરીને તેનું ૯ કરોડથી વધુના ખર્ચે રિપેરિંગ કરવામા આવ્યું છે ત્યારે આ રિપેરિંગ કામ યોગ્ય રીતે કરવામાં આવ્યું છે કે કેમ તેનું ચેકિંગ ધારાસભ્ય દ્વારા શુક્રવાર કરવામાં આવશે ત્યાં પછી જ પાણી કેનાલમાં છોડવા માટેની સરકારમાં પણ રજૂઆત કરવામાં આવશે

મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ નર્મદાની કેનાલના રિપેરિંગ બદલ સરકારનો આભાર વ્યક્ત કરેલ છે જો કે, ઢાંકીથી નર્મદા કેનાલનું પાણી છોડવામાં આવે તે માળીયા સુધી આવે તેના માટે સરકારે ૯ કરોડના ખર્ચે રિપેર કામ કરાવ્યુ છે જો કે, કામ યોગ્ય રીતે કરવામાં આવ્યું છે કે કેમ તે હળવદ ધારાસભ્ય પ્રકાશ વરમોરા દ્વારા ટિકરથી ઉપરના ભાગમાં ચેક કરશે અને તેઓ ટીકરથી ઘાટીલા સુધી કેનાલનું ઈન્સ્પેક્શન કરશે અને તેની માહિતી મેળવશે અત્રે ઉલેખનીય છે કે, કેનાલ બંધ કરીને આ રિપેરિંગ કામ કરવામાં આવ્યું છે. જેથી ખેડૂતોને પાણી ન મળ્યું તો પણ જે સંયમ ખેડૂતોએ રાખ્યો હતો તેના માટે ધારાસભ્યએ ખેડૂતોનો પણ આભાર માન્યો હતો અને શુક્રવારે સવારે ૮:૩૦ વાગ્યે ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને ધ્રાંગધ્રા-હળવદના ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા અને ભાજપના કાર્યકરો ટીકર ખાતે કેનાલ પર એકઠાં થઈને ઢાંકી સુધી આખી કેનાલને ચેક કરવા માટે જશે જેમાં ખાસ કરીને ગેટની કામગીરી, સાયફન સાફ કરવાની કામગીરી વિગેરે કેવી કરવામાં આવેલ છે તેને ચેક કરીને તેની માહિતી સરકારમાં સોમવારે આપશે પછી કેનાલમાં ઝડપથી પાણી છોડવા માટેની રજૂઆત કરવામાં આવશે




Latest News