મોરબીમાં નશાની હાલતમાં દીકરાએ માતાને બચકું ભરી લીધું !: મહિલા સારવારમાં
SHARE







મોરબીમાં નશાની હાલતમાં દીકરાએ માતાને બચકું ભરી લીધું !: મહિલા સારવારમાં
મોરબીના સોઓરડી વિસ્તારમાં રહેતા આધેડ મહિલાને તેના જ દીકરાએ નશાની હાલતમાં હાથ ઉપર બચકું ભરી લીધું હતું. જેથી કરીને તે મહિલાને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સોઓરડીમાં રહેતા કંચનબેન વિનોદભાઈ ચૌહાણ (50) નામના આધેડ મહિલાને તેના જ દીકરા ભરતે નશાની હાલતમાં હાથમાં બચકું ભરી લીધું હતું. જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલે લઈને આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલે કંચનબેનને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અને આ બનાવની પ્રાથમિક તપાસ જે.જે. ડાંગર દ્વારા કરવામાં આવી હતી.
મારામારીમાં ઇજા
મોરબી નજીક આવેલ ડેલ્ટા સીરામીકમાં રહેતા અને મજૂરી કામ કરતા પૂજાબેન અજયભાઈ રાવલ (20) નામની મહિલાને રંગપર રોડ ઉપર સીએનજી પમ્પ પાસે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી. જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા. અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ એ.એમ. જાપડીયા દ્વારા કરવામાં આવી હતી.
ફિનાઇલ પીધું
મોરબીના નાનીવાવડી ગામે આવેલ દશામાના મંદિર પાસે રહેતા ખુશીબેન મુકેશભાઈ અંબાલીયા (33) નામની મહિલાએ કોઈ કારણોસર પોતે પોતાના ઘરની અંદર ફિનાઇલ પી લીધું હતું જેથી કરીને તેને સારવાર માટે મુકેશભાઈ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને આ બનાવની પ્રાથમિક તપાસ સબળસિંહ સોલંકી દ્વારા કરવામાં આવી હતી.
