મોરબીમાં નશાની હાલતમાં દીકરાએ માતાને બચકું ભરી લીધું !: મહિલા સારવારમાં
મોરબી નજીક બે ટેન્કરોમાંથી કેમિકલ કાઢતા પોલીસ પુત્ર સહિતના ચાર સામે વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો
SHARE







મોરબી નજીક બે ટેન્કરોમાંથી કેમિકલ કાઢતા પોલીસ પુત્ર સહિતના ચાર સામે વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો
કંડલાથી ટેન્કરમાં કેમિકલ ભરીને ઝઘડીયા લઈ જતાં હતા તે ટેન્કરોને મોરબીના બહાદુરગઢ ગામના પાટીયા પાસે સિરામિક યુનિટના પાછળ મેદાનમાં ઊભા રાખીને તેમાંથી કેમિકલની ચોરી કરવામાં આવતી હતી. ત્યારે એલસીબીની ટીમે ત્યાં રેડ કરી હતી. ત્યારે બે ટેન્કરમાંથી કેમિકલ કાઢતા એક નિવૃત પોલીસ કર્મચારીના દીકરા સહિત કુલ ચાર શખ્સો ત્યાંથી મળી આવ્યા હતા જેથી પોલીસે ત્રણ વાહનો, મોબાઇલ, કેમિકલનો જથ્થો વગેરે મળીને 64,82,750 નો મુદ્દામાલ કબજે કર્યો હતો આ બનાવમાં હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ટ્રાન્સપોર્ટના સુપરવાઈઝરે ફરિયાદ નોંધાવેલ છે જેના આધારે પોલીસે ચારેય આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
મોરબી જીલ્લામાં કેમિકલ, ગેસ, ડીઝલ, કોલસા વિગેરેની ચોરી જુદાજુદા વિસ્તારમાં કરવામાં આવતી જ હોય છે તેવી અનેક વખત સામે આવ્યું છે તેવામાં મોરબી એલસીબીના સ્ટાફને મળેલ બાતમી આધારે તાલુકાના બહાદુરગઢ ગામના પાટિયા પાસે શેર એ પંજાબ હોટલ નજીક કેરોલી એલએલપી યુનિટની પાછળના ભાગે ખુલ્લા મેદાનમાં રેડ કરી હતી. ત્યારે કેમિકલ ભરેલ બે ટેન્કરમાંથી કેમિકલ કાઢતા હોવાનું સામે આવ્યું હતું. જે બનાવમાં હાલમાં ભુજ કેમ્પ એરીયા જનતા નગરી પીઆઇ ચૌધરીનગર પાછળ રહેતા ટ્રાન્સપોર્ટના સુપરવાઈઝર અબ્દુલભાઇ અલ્લાના ચાકી જાતે મુસ્લીમ (42)એ બંને ટેન્કરના ચાલક તેમજ તેની સાથે મળી આવેલ સ્થાનિક બે શખ્સ આમ કુલ મળીને ચાર શખ્સોની સામે ફરિયાદ નોંધાવેલ છે.
જેમાં તેને જણાવ્યુ છે કે, તેઓના ટેન્કર નંબર એમએચ 46 બીબી 6987 અને એમએચ 46 બીબી 7140 માં ફીનોલ કેમિકલ કંડલાથી ભરીને ઝઘડીયા મોકલાવવામાં આવ્યું હતું જે ટેન્કરોને બહાદુરગઢ ગામના પાટિયા પાસે કારખાના પાછળના ભાગમાં ઊભા રાખીને ટાટા યોદ્ધા વાહન નંબર જીજે 36 વી 8652 માં રાખવામા આવેલ બેરલ અને કેરબામાં કેમિકલ ચોરી કરીને કાઢતા હતા. જેના બદલામાં ટેન્કરના ચાલકોને સ્થાનિક બંને શખ્સ પાસેથી આર્થિક લાભ મળવાનો હતો. જેના માટે તેને ટેન્કરના સીલ શેઠ અને માલ ખરીદી કરનારની જાણ બહાર ખોલી આપ્યા હતા અને શેઠ તેમજ માલ લેનારની સાથે વિશ્વાસઘાત કરેલ છે જેથી ટ્રાન્સપોર્ટના સુપરવાઇઝરે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને ચારેય આરોપીની ધરપકડ કરેલ છે.
અત્રે ઉલેખનીય છેકે, એલસીબીની ટીમે જ્યારે રેડ કરી હતી. ત્યારે ટેન્કરનો ડ્રાઇવર મહેતાબખાન મહંમદગુલશન ખાન (33) રહે. ઉત્તરપ્રદેશ, અબ્દુલકલામખાન જમ્માલુદીનખાન મુસ્લીમ (38) રહે. ઉત્તરપ્રદેશ, કૌશિક વજુભાઇ હુંબલ (27) રહે. રામપર મોરબી અને હરેશ સાદુરભાઈ હુંબલ (32) રહે. કુબેરનગર નવલખી રોડ મોરબી વાળાઓ મળી આવ્યા હતા. જેથી પોલીસે તેને ઝડપી લીધા હતા અને 49,200 લીટર કેમિકલ જેની કિંમત 39.52 લાખ, 30 લાખના બે ટેન્કર તેમજ પાંચ લાખનું ટાટ યોદ્ધા સહિતનો મુદામાલ મળીને 64,82,750 નો મુદામાલ કબજે કર્યો હતો.
વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ બંને ટેન્કરના ઉપરના ઢાંકણાના સીલ ખોલીને પાઇપ અને પંપ વડે બેરલમાં કેમિકલ ભરતા હતા. આ ગુનાની આગળની તપાસ તાલુકા પીએસઆઇ બી.એમ.બગડા ચલાવી રહ્યા છે. અને પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વિગત પ્રમાણે જે ચાર આરોપીઓને હાલમાં પકડવામાં આવેલ છે. તે પૈકી કૌશિક વજુભાઇ હુંબલ નિવૃત્ત પોલીસ કર્મચારીમાં દીકરો છે. જેથી આ કેમિકલ ચોરીના કૌભાંડમાં મોરબી જિલ્લામાં અન્ય કોણ કોણ સંડોવાયેલ છે ? અને કોના આશીર્વાદથી આ ગોરખધંધો ચાલતો હતો. ? અને ટેન્કરમાંથી ચોરી કરીને કાઢવામાં આવેલ કેમિકલનો ક્યાં અને કેવી રીતે નિકાલ કરવામાં આવતો હતો. ? તે દિશામાં હવે મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા આગળની તપાસ શરૂ કરવામાં આવી છે.
