મોરબી નજીક બે ટેન્કરોમાંથી કેમિકલ કાઢતા પોલીસ પુત્ર સહિતના ચાર સામે વિશ્વાસઘાતનો ગુનો નોંધાયો
ઢોરનો આતંક: મોરબીમાં બાઇક આડે ખુટિયો આવતા પાલિકાના માજી ચેરમેન અને તેના પત્નીને ફેકચર
SHARE







ઢોરનો આતંક: મોરબીમાં બાઇક આડે ખુટિયો આવતા પાલિકાના માજી ચેરમેન અને તેના પત્નીને ફેકચર
મોરબી શહેરના મુખ્ય માર્ગો તેમજ હાઇવે રોડ ઉપર રજડતા ઢોરનો ત્રાસ દિવસ અને દિવસે વધી રહ્યો છે તેવામાં મોરબી નગરપાલિકાના માજી ચેરમેન તેઓના પત્ની સાથે ડબલ સવારી બાઈકમાં બાયપાસ રોડ ઉપરથી પસાર થતા હતા અને તેઓના બાઈકની આડે ખુટિયો આવ્યો હતો જેથી અકસ્માત થયો હતો. જેમાં મોરબી નગરપાલિકાના માજી ચેરમેન તથા તેના પત્નીને ફેક્ચર જેવી ઇજાઓ થઇ હોવાથી ઇજાગ્રસ્ત બંને વ્યક્તિને સારવાર માટે લઈ ગયા હતા અને મોરબીના જુદા જુદા વિસ્તારોની અંદર જે રજડતા ઢોરનો ત્રાસ છે. અને તે દિવસે દિવસે વધી રહ્યો છે તેમાંથી લોકોને ક્યારેય મુક્તિ મળશે તે સૌથી મોટો સવાલ ઊભો થઈ રહ્યો છે.
મોરબીવાસીઓને રજડતા ઢોરના ત્રાસમાંથી કાયમી ધોરણે મુક્તિ આપવાની મોટી મોટી વાતો કરીને જે તે સમયે મોરબી નગરપાલિકા દ્વારા પંચાસર રોડ ઉપર નંદીઘર બનાવવામાં આવ્યું હતું અને કરોડો રૂપિયાનો ખર્ચ કરીને નંદીઘર બનાવવામાં આવ્યું તેમ છતાં પણ મોરબી શહેરના મુખ્ય માર્ગો ઉપર ત્યારે પણ રજડતા ઢોરનો ત્રાસ હતો અને આજની તારીખે પણ મોરબી શહેરના મુખ્ય માર્ગ, મુખ્ય ચોક અને આજુબાજુના હાઇવે રોડ ઉપર રજડતા ઢોરનો ત્રાસ છે જેના કારણે અવારનવાર નાના-મોટા અકસ્માતો થતા હોય છે આટલું જ નહીં પરંતુ આ રજળતા ઢોર જ્યારે યુદ્ધે ચડે ત્યારે તેની શેરી અને ગલીમાં પાર્ક કરેલા લોકોના વાહનોને પણ નુકસાન થતું હોય છે, રાહદારીઓને હડફેટે લે તો તેઓને ઈજા થતી હોય છે. આવી અનેક ઘટનાઓ મોરબી શહેર અને આસપાસના વિસ્તારમાં છેલ્લા દિવસોમાં બનેલી છે તેવામાં જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નગરપાલિકાના માજી ચેરમેન હર્ષદભાઈ કંઝારીયા અને તેઓના પત્ની પ્રેમીલાબેન કંઝારીયા બાઈક ઉપર મોરબીના બાયપાસ રોડ ઉપરથી પસાર થતા હતા ત્યારે તેઓના બાઈકની આડે ખુટિયો આવ્યો હતો જેથી તેની સાથે બાઈક અથડાયું હતું અને અકસ્માત થયો હતો જેમાં બંનેને ફેકચર જેવી ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
વધુમાં જાણવા મળતી માહિતી મુજબ હર્ષદભાઈ તેઓના પત્ની સાથે મોરબી શહેરમાં ખરીદી કરવા અને દવાખાનાના કામથી આવ્યા હતા અને તેઓ પોતાનું કામ પૂરું કરીને સનાળા રોડ ઉપર થઈને મોરબીના બાયપાસ રોડે ગયા હતા અને ત્યાંથી પોતાના ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે બાયપાસ રોડ ઉપર આવેલ અમી પેલેસની સામેના ભાગમાં તેઓના બાઈકની આડે ખુટિયો આવ્યો હતો. જેથી બાઇક તેની સાથે અથડાતાં તેઓને ડાબા પગમાં ઢીંચણના ભાગે ફેક્ટર અને શરીરે નાના મોટી ઈજાઓ થઈ હતી તેમજ તેના પત્નીને હાથની આંગળીમાં ફેક્ચર જેવી ઈજા થયેલ હતી જેથી તે બંનેને સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા વર્ષોથી મોરબીમાં રજડતા ઢોરનો ત્રાસ છે પરંતુ નગરપાલિકા દ્વારા પ્રાથમિક સુવિધાના કામો સારી રીતે કરવામાં આવતા નથી. ત્યારે આ રજડતા ઢોરને પીડામાંથી મોરબીના લોકોને પાલિકા મુક્તિ અપાવશે તેવી કલ્પના કરવી તે પણ અતિશયોક્તિ છે.
