મોરબી જિલ્લામાં હર ઘર તિરંગા યાત્રા ના આયોજન માટે કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠેક યોજાઈ
Morbi Today
ટંકારાના વિરપર ગામે શાળામાં જીવન કૌશલ્ય મેળો યોજાયો
SHARE
ટંકારાના વિરપર ગામે શાળામાં જીવન કૌશલ્ય મેળો યોજાયો
ટંકારાના વિરપર ગામે શ્રી વિરપર (મ) પ્રાથમિક શાળા ખાતે વિદ્યાર્થીઓમાં વિવિધ કલાઓનો સંચાર થાય અને બાળપણથી જ વિદ્યાર્થીઓમાં નવી આવડતો ઉભી થાય તેવા હેતુથી શાળા પરિવાર દ્વારા જીવન કૌશલ્ય મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કૌશલ્ય મેળામાં બાળકોએ કોડિયા ડેકોરેશન, મટકી ડેકોરેશન, બ્યુટી પાર્લર, રંગોળી, મહેંદી, રૂ માંથી વાટ બનાવવી, વેસ્ટ માંથી બેસ્ટ સહિતની પ્રવૃત્તિઓ કરી તેમની અંદર રહેલી કળાઓનું પ્રદર્શન કર્યું હતું. આ આયોજન શાળાના આચાર્ય છાયાબેન માકાસણાના માર્ગદર્શન હેઠળ શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.